Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ભીલડી રેલ્વે સ્ટેશન પાસે રેલવે કર્મચારીની ગળું કપાયેલી હાલતમાં લાશ મળતા ચકચાર

રેલ્વેના સત્તાધિશો સહિત લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા

 

ડીસાના ભીલડી રેલ્વે સ્ટેશન પાસે કર્મચારીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં રેલ્વેના સત્તાધિશો સહિત લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. રેલ્વે કર્મીનો શિરચ્છેદ થયેલો મૃતદેહ મળી આવતા રહસ્યમય સંજોગોમાં મોત થયા હોવાના અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે મૃતક કર્મચારીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યુ હતુ.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ભીલડી રેલ્વે સ્ટેશન નજીકથી લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં ટ્રેન નીચે કચડાઇ જવાથી મોત થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જોકે ઘટનાને લઇ એનક તર્ક-વિતર્કો સર્જાયા છે. રેલ્વે કર્મચારી જભલસિંહ ડાભીની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

(1:16 am IST)
  • ભુજ : સિંચાઈ વિભાગનાં લાંચિયા મદદનીશ ઈજનેરને ૩ વર્ષ કેદની સજા:કેનાલ મરમતનાં કામનું બિલ મંજૂર કરવા માંગ્યા હતા ૫૦ હજાર:રવેચી પિયત સહકારી મંડળી દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ:એસીબીએ છટકુ ગોઠવીને આરોપીની રંગેહાથ કરી હતી ધરપકડ:ભુજનાં ત્રીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતા હુકમ:કેસને સાબિત કરવા ૫ સાક્ષી અને ૩૯ દસ્તાવેજી પૂરાવા રજૂ કરાયા હતા access_time 9:45 pm IST

  • " હોલિકે પહેલે હી ખૂનકી હોલી " : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લખી કવિતા : નાગરિકતા કાનૂન સંદર્ભે દિલ્હીમાં આગજની અને હિંસાથી મૃત્યુને ભેટતા નિર્દોષ લોકો માટે વ્યથા ઠાલવી : સળગી રહેલી રાજધાની વચ્ચે નેતાઓ એકબીજા ઉપર આક્ષેપો કરવામાં મશગુલ : દેશમાં લોકશાહી ખતમ થવાની ચિંતા વ્યક્ત કરી : કવિતાનું શીર્ષક આપ્યું " નરક " access_time 12:38 pm IST

  • ભુજમાં સસ્તા અનાજની દુકાનોમાં ગોલમાલ:રાશનના જથ્થામાં ૧૩૦૦ કિલોની ગોલમાલ:પ્રાંત અધિકારીએ લીધી સરપ્રાઈઝ વિઝીટ: સરપટ ગેટમાં રાશનની દુકાનનું ચેકીંગકરાયું :૬૦૨ કિલો ઘઉં, ૬૯૯ કિલો ચોખામાં તફાવત access_time 9:49 pm IST