Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ઓવરલોડ વાહન પાસેથી દંડ વસુલી જવા દેવા એ નિયમનું ઉલ્લંઘન: મામલો હાઇકોર્ટ પહોંચ્યો

વાહન વ્યહવારના અધિનીયમ 177(એ)ને હાઇકોર્ટમાં પડકારાયો : હાઇકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી

અમદાવાદ : વાહન વ્યહવારના અધિનીયમ 177(એ)ને હાઇકોર્ટમાં પડકારાયો છે. ટ્રાન્સપોર્ટેશનમાં ઓવરલોડ વાહનો પાસે દંડ અને બમણી ફી વસૂલી તેમને જવા દેવામાં આવે તે મતલબના રાજ્ય સરકારના નોટિફિકેશનને હાઇકોર્ટમાં પડકારાયો છે કાયદો જે વાતની છૂટ નથી આપતો તેવી બાબતનું નોટિફિકેશન બહાર પાડી રસ્તા પર લોકોના જીવ જોખમાય તે મતલબનું નોટીફિકેશન રજૂ ન થવું જોઈએ તેવી અરજદારની માંગણી છે.

  ઓવરલોડ વાહનો અટકાયત અને જપ્તી કરવાના બદલે બમણી વસુલી જતા કરવા અંગેનું નોટિફિકેશન મોટર વ્હીકલ એક્ટ ની જોગવાઇથી વિપરીત હોવાની અરજદારની રજૂઆત. વાહન વ્યહવારના અધિનીયમ 177(એ) જે વાહન વ્યહવારના અધિનીયમ 177નું જ ઉલ્લંઘન કરે છે. તેને રદ્દ કરવા પિટિશનમાં દાદ માંગવામાં આવી છે. સાથે સાથે એ પણ રજૂઆત કરવામાં આવી છે કે, અમો અરજદાર કે અમારા જેવા અન્ય પ્રમાણિક ટ્રાન્સપોર્ટરો જે ક્યારેય પણ પોતાના વાહનોમાં નીયમથી વધુ માલસામાન નથી ભરતા તેવા પ્રમાણિક ટ્રાન્સપોર્ટરોને પણ આવા ગેરકાયદેસર અધિનિયમો તેમના વાહનોમાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ સામન ભરવા માટે પ્રેરણા પૂરી પાડે છે, તથા આવા ઓવરલોડ વાહનોના લીધે સામાન્ય પ્રજાનો જીવ જોખમમાં મુકાય છે. તેથી આવા ગેરબંધારણીય અધિનિયમ રદ જોઈએ.

(12:09 am IST)