Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ આપ્યું આમંત્રણ: 2 ફેબ્રુઆરીએ નરેશભાઈ પટેલની પ્રેસ કોન્ફરન્સ

આમંત્રણ અને ઘણા સમયથી સમાજ કહેશે તો રાજનીતિમાં આવીશ તેવા કથન વચ્ચે પ્રેસ કોન્ફ્રન્સમાં મોટી જાહેરાત કરે તેવી શકયતા

 

અમદાવાદ :  ખોડલધામ ટ્રસ્ટી નરેશભાઈ પટેલના રાજકીય પ્રવેશના ભણકારા વાગી રહ્યા છે. 2 ફેબ્રુઆરી નરેશભાઈ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે જેના પર સૌની મિત મંડાઈ છે,જો કે મીડિયા સંબોધનનો એજન્ડા એટેલે કે હેતુ શું છે તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી પણ રઘુ શર્માએ નરેશભાઈ  પટેલને કોંગ્રેસમાં જોડાવા આપેલા આમંત્રણ અને ઘણા સમયથી સમાજ કહેશે તો રાજનીતિમાં પગ મુકીશ તેવા રટણ વચ્ચે આ સંબોધનમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ તો સેવાઇ રહી છે.નરેશ પટેલ હાલમાં અન્ય રાજ્યના પ્રવાસે છે.

છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ખાસ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાટીદાર નેતાને કમાન સોંપી શકે છે. 2017 જેવા પરિણામ માટે કોંગ્રેસ પાટીદારને આગળ કરવાનો તખ્તો તૈયાર કરી ચૂકી છે. કારણ કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલનની અસરને કારણે સારો દેખાવ કર્યો હતો. પણ મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ ગયો હતો. હાલની સ્થિતિ મુજબ ભાજપના સંગઠન ઘણું મજબૂત સ્થિતિમાં છે સરકાર પણ નવી નવેલી છે અને કામ પણ ચૂંટણીને ઘ્યાને રાખી સારું કરી રહી છે. આ વખતે ન કોઈ આંદોલનની અસર છે કે ન કોઈ વિરોધ.. કોંગ્રેસ પણ આ સ્થિતિને ભાખી ગઈ છે અને પટેલ ફેક્ટરને રીઝવવા નરેશભાઈ પટેલ, અલ્પેશ કથીરિયાને ખુલ્લુ આમંત્રણ પણ આપી ચૂકી છે તો જૂના જોગીઓને પણ કોંગ્રેસમાં પરત લાવવા સતત બેઠકોનો દોર કરી રહી છે.

  2017માં પાટીદાર આંદોલનની અસરથી ભાજપને ફટકો પડ્યો હતો સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ભાજપને એક પણ બેઠક ન મળી હતી પણ 2022માં ભાજપમાં સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું જેથી નરેશભાઈ પટેલને કોંગ્રેસમાં લાવવા ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. હાલ નરેશભાઈ  પટેલ ખોડલધામના ચેરમેન છે ત્યાં સુધી રાજકીય પ્રવેશ અશક્ય જણાઈ રહ્યો છે. ધાર્મિક સંસ્થાનું પદ છોડ્યા બાદ નરેશભાઈ  પટેલ રાજકરણમાં પ્રવેશ કરશે તે નક્કી મનાઈ રહ્યું છે. પણ નરેશભાઈ  પટેલ હજી રાજકીય પ્રવેશ અંગે બાજી બંધ રાખતા અટકળો તેજ થઈ છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જૂના નેતા-સામાજિક આગેવાનને પોતાના પક્ષમાં લાવવા માટે કોંગ્રેસની કવાયત હાથ ધરવામાં આવી છે. જેની વચ્ચે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલા અને નરેશભાઈ  પટેલ મુદ્દે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તેઓ ખોડલધામના નરેશભાઈ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, નરેશભાઈ પટેલ મુદ્દે બન્ને બાજુથી વાતચાલી રહી છે. તેમજ યોગ્ય સમયે આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ સાથે તેઓએ પાસના નેતા અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે. શંકર સિંહવાઘેલાના કોંગ્રેસમાં જોડાવવાના મુદ્દે હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે.રાજનેતા અને સામાજિક આગેવાનોને કોંગ્રેસમાં જોડાવવા અંગે કોંગ્રેસ પ્રમુખ જગદ્દીશ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપણાતાં જણાવ્યું હતું કે, અમે જૂના નેતાઓ, રાજનેતા અને સામાજિક આગેવાનોના સતત સંપર્કમાં છીએ.

  અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજની જુના કેસો અંગેની માંગ સરકાર પાસે વારંવાર દોહરાવાઈ રહી છે. એક તરફ, નરેશભાઈ  પટેલ કઈ બાજુ જશે તે હવે ખુદ નરેશભાઈ  પટેલે સમય પર છોડ્યું છે. પણ નરેશભાઈ  પટેલની રજૂઆત, ભરતસિંહ સોલંકીનું, પટેલને મળવું, પછી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની પટેલ સાથે 'ચાય પે ચર્ચા' એ ગુજરાતની રાજનીતિની ધૂરામા કમ્પારો લાવી દીધો હતો. વળી, નરેશભાઈ  પટેલે ખોડલધામ પાટોત્સવ પછી પોતાની જાહેરાતની ઘોષણા કરી. વળી, આ દિવસે પણ , નરેશભાઈ  પટેલે સમયના તરાપા સાથે પોતાની હોડી, લાંગરી દીધી છે. હવે, કોંગ્રેસનાં ચાર ધારાસભ્યો, અલ્પેશને આમંત્રિત કરી રહ્યા છે.

(12:31 am IST)