Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

આઇબીના ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પોલીસ મેડલ

કરોડો રૂપિયાના હીરા, ચકચારી અપહરણનો ભેદ ઉકેલી ઇનામો મેળવનાર અધિકારીની વધુ એક સિદ્ધિ

રાજકોટ તા.૨૭,  પ્રજાસતાક પર્વ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં આવતા પોલીસ મેડલમા ગાંધીનગર આઇબી ખાતે ફરજ બજાવતા અને ભૂતકાળમાં રાજકોટ રૂરલ એલસીબીના કાર્યકાળ દરમિયાન તથા વિવિધ સ્થાનો પર પ્રસંશનીય ફરજ બજવનાર વી. જે.રાઠોડ અર્થાત્ વિક્રમ સિહ રાઠોડની પસંદગી થતાં તેમના વિશાળ શુભેચ્છકોમાં હર્ષની લાગણી સાથે તેમના પર અભિનંદન અવિરત વર્ષી રહ્યા છે. મો. ૯૮૨૫૧ ૬૪૦૮૭

શ્રી વિક્રમસિંહ જેઠુસિંહ રાઠોડનાઓ તા.૦૪/૦૫/૨૦૦૧ ના રોજ સીધી ભરતીમાં પો.સ.ઈ. તરીકે પસંદગી પામી ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે તાલીમ સારૂ હાજર થઈ ત્યાં તેઓએ શારિરીક તથા કાયદાકીય તાલીમ મેળવેલ હતી.

તાલીમ દરમિયાન ફેબ્રુઆરી- ૨૦૦૨માં ગોધરાકાંડના તોફાનો ફાટી નીકળતાં અમદાવાદ શહેર ખાતે બંદોબસ્ત સારૂ તેઓને મોકલવામાં આવેલ હતા અમદાવાદ શહેર ખાતે તા.૨૮/૦૨/૨૦૦૨થી ૨૭/૦૫/૨૦૦૨ સુધી કારંજ પો.સ્ટે. વિસ્તારમાં તેઓએ બંદોબસ્તની ફરજ નિભાવી કાયદો વ્યવસ્થા તથા કોમી એખલાસ સ્થાપવાની સારી ફરજ બજાવેલ હતી. તે બદલ તત્કાલીન પોલીસ કમિશનર શ્રી કે.આર. કૌશિકનાઓએ રૂ.૫૦૦/-ના રોકડ  ઇનામ તથા સી.એન. થી તેઓને પુરુસ્કૃત કરેલ હતા. (ઇનામ નં.૧) 

બાદ પો.સ.ઇ. તરીકેની તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર જીલ્લામાં પો.સ.ઇ. તરીકે નિમણૂંક મળતા.તા.૧૫/૦૮/૨૦૦૨રના રોજ સ્વાતંત્ર્ય દિવસની રાજય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવેલ તે ઉજવણીમાં પરેડ કમાન્ડર તરીકે સારૂ પ્રદર્શન કરવા બદલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.જે.હૈદરનાઓએ પ્રમાણપત્ર એનાયત કરેલ હતું. (પ્રમાણપત્ર સામેલ છે.)

 શ્રી રાઠોડએ પો.સ.ઇ. તરીકેની તેઓની ગાંધીનગર, સાબરકાંઠા જિલ્લાના જુદા-જુદા ઉંચા ક્રાઇમ રેટ ધરાવતા પોલીસ સ્ટેશનોમાં કાયદો-વ્યવસ્થાની જાળવવાની સારી ફરજ બજાવી, ખૂન, ખૂનની કોશિષ, ચોરી, વાહન ચોરી, ચેઇન સ્નેચીંગ, દારૂની હેરાફેરીના ગુનાઓ શોધી કાઢેલ હતા. ત્યાર બાદ પો.સ.ઇ. તરીકે સુરત શહેર ખાતે વર્ષ ૨૦૦૭ થી નિમણૂંક થતાં ત્યાં કતારગામ પો.સ્ટે.માં સર્વેલન્સમાં ફરજ દરમિયાન અક્ષર જેમ્સ નામના હીરાના કારખાનામાં ૧.૨૬ કરોડના હીરાની ચોરી થયેલ તે ધરફોડ ચોરીના ગુનાના બે આરોપીઓને શોધી પકડી ૧.૨૬ કરોડના હીરાનો (૧૦૦ %) મુદ્દામાલ રીકવર કરવાની સારી કામગીરી કરેલ હતી જે બદલ પોલીસ કમિશનરશ્રી સુરત શહેરનાઓએ રૂ.૫૦૦/- તથા સી.એન. ઇનામ આપેલ. (ઇનામ નં. ૪૬),

 આ ઉપરાંત તેઓની સુરત શહેરના ડી.સી.બી. પો.સ્ટે. ખાતેની નિમણૂંક દરમિયાન રિતિકા ખૂન કેસ, અભિષેક જ્વેલર્સના માલિકનું લૂટ વીથ મર્ડર કેસ જેવા ચકચારી વણ શોધાયેલા કેસો શોધી આરોપીઓને પકડી પાડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે.

 સુરત શહેર ખાતે વહેલી સવારે ટ્યુશન કલાસ જતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીને કારમાં અપહરણ કરી જઈ ચાલુ કારમાં બળાત્કાર કરવાના ગુનામાં ટુંકાગાળામાં જ પોલીસ પુત્રો બે આરોપી સાથે કુલ ત્રણ આરોપીઓને પકડી પાડી તપાસમાં મદદમાં રહી ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવેલ હતી.

સુરત શહેર ખાતે માનનીય પોલીસ કમિશનરશ્રીનાઓ દ્વારા આયોજીત પોલીસ મીટ-૨૦૦૮માં ૧૦૦ મીટર દોડ તથા ૧૦૦.૪ મીટર રીલે દોડમાં ભાગ લઈ પ્રથમ તથા તૃતીય ક્રમાંક મેળવી વિજેતા થયેલ હતાં. જે બદલ પોલીસ કમિશનરશ્રી આર.એમ.એસ.બાર સાહેબે પ્રમાણપત્રો તથા શિલ્ડ એનાયત કરેલ હતા. (પ્રમાણપત્રો સામેલ છે.) વર્ષ ૨૦૦૮માં અમદાવાદ ખાતે સિરીયલ બોમ્બ બ્લાસ્ટ થયેલ તેમજ સુરત શહેર ખાતે પણ અલગ-અલગ ૩૦ જેટલી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવેલ હતા. જે બોમ્બ કારણોવશ બ્લાસ્ટ થયેલ ન હતા તે બાબતે સુરત શહેરના જુદા- જુદા પો.સ્ટે. ખાતે ગુનાઓ રજી. થયેલ હતા. તે બાબતે તપાસ ટીમ (એસઆઇટી) બનાવવામાં આવેલ હતી તે ટીમના સભ્ય તરીકે શ્રી રાઠોડે કામગીરી કરી સુરત શહેરમાંથી બે લોકલ આરોપીઓ પકડવાની તથા તપાસ કરવાની સારી કામગીરી કરેલ, જે બદલ પોલીસ કમિશનરશ્રી આર.એમ.એસ,બ્રાર નાઓએ પ્રશંસાપાત્ર આપેલ. (ઇનામ અ.ન. ૮૬)

શ્રી રાઠોડે પો.સ.ઇ. તરીકેની ખેડા જિલ્લામાં એસઓજીમાં ફરજ દરમ્યાન વર્ષ ૨૦૧૦માં બે આરોપીઓ શંકાસ્પદ બાઇક આરોપીઓ ઝડપી પાડવાની કામગીરી, ડુપ્લીકેટ નોટો, એન.ડી.પી.એસ એકટ હેઠળના નશાકારક પદાર્થો શોધવાના કેસો શોધી તેના આરોપીઓને ઝડપી પાડેલ છે. ગે.કા પ્રવૃતિઓ કરતાં આરોપીઓને પાસાની દરખાસ્તો તૈયાર કરી જ જીલ્લાની જેલોમાં મોકલી આપવાની કામગીરી કરેલ છે.

વડોદરા શહેરની તેઓની ફરજ દરમ્યાન ખંડણીખોર રીઢા આરોપી અસ્લમ ઉર્ફે બોડોયો હૈદરમિયા શેખ કે જે બિચ્છુ ગેંગ ચલાવતો હતો તેને પકડી પાડવા માટે પો.કમીશ્નરશ્રીએ એસ.આઇ.ટીની રચના કરેલ હતી. તેના સભ્ય તરીકે અસ્લમ ઉર્ફે બોડોયા શેખને ઝડપી પાડી તેના વિરુધ્ધમાં દાખલ થયેલ અંદાજીત આઠેક ગુનાઓની તપાસ કરી તેને તથા તેના સાગરીતોને જેલમાં મોકલી આપેલ હતાં. તે બદલ પો.કમીશ્નરશ્રી વડોદરા શહેરનાઓએ રોકડ રૂ.૨૦૦૦/- તથા સી.એન. ઇનામ આપેલ હતું. (ઇનામ નં-૩૧)

 વડોદરા શહેર ખાતે ઉજવાતાં 'શિવજી કી સવારી', 'નરસિંહજીનો વરધોડા', 'વડફેસ્ટ', 'ગણેશ વિસર્જન' જેવા સંવેદનશીલ કાયદો- વ્યવસ્થાવાળા બંદોબસ્તો નિભાવેલ છે. જે બદલ પો.કમીશ્નરશ્રી વડોદરા શહેરનાઓએ તેઓને પ્રર્શસાપત્રો પ્રદાન કરેલ છે.

બાદ શ્રી રાઠોડ ડી.વાય.એસ.પી તરીકે પ્રમોશન મેળવી અમદાવાદ શહેરના 'સી' ડિવિઝનમાં એસ.પી તરીકે ફરજ બજાવેલ સાથે-સાથે તેઓએ 'કે' ડિવિજનનો ચાર્જ તેઓની ફરજ ઉપરાંત નિભાવેલ હતો. તેમની ફરજ દરમ્યાન તેઓએ કાંકરીયા કાર્નિવલ જેવો બંદોબસ્ત સતત ૬(છ) દિવસ સુધી નિષ્ઠાપૂર્વક નિભાવેલ હતો, જે બદલ સંયુકત પોલીસ કમીશ્નરશ્રી અશોક યાદવ નાઓએ પ્રશંસાપત્ર આપેલ છે. 

હાલમાં શ્રી વિક્રમસિંહ જેઠુસિંહ રાઠોડ એ.સી.આઇ (પી એન્ડ સી) અત્રેની ઇન્ટેલીજન્સ બ્રાન્ચ ખાતે ખુબજ ખંતપૂર્વક નિષ્ઠાથી ફરજ બજાવી રહેલ છે. તેઓએ નવેમ્બર-૨૦૨૦ દરમ્યાન યોજાયેલ ૦૮ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી તથા ફેબ્રુઆરી-૨૦૨૧ દરમ્યાન યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે. આ ઉપરાંત અત્રેની કચેરી ખાતે તેઓએ ખેડૂત આંદોલન, એલ.આર.ડી. ઉમેદવારોનું આંદોલન માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કેવડીયા વિઝિટ દરમ્યાનના વિરોધની આગોતરી માહિતી મેળવી કોઇ બનાવ ન બને તેની તકેદારી રખાવેલ હતી. જે બદલ આઇ.જી.પી.શ્રી ઇન્ટે. નાઓએ  પ્રશંસાપત્રો આપેલ છે.

(2:48 pm IST)