Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ, વાઘજીપુરમાં પૂજનીય સંતોના સાનિધ્યમાં શૌર્યભેર ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી...

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

ભારતને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદી મળી હતી પરંતુ દેશનું પોતાનું કોઈ બંધારણ નથી. જો કે, ઘણી ચર્ચાઓ અને વિચારણાઓ પછી, ડૉ. બી.આર. આંબેડકરની આગેવાની હેઠળની એક સમિતિએ ભારતીય બંધારણનો ડ્રાફ્ટ સબમિટ કર્યો હતો જે ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ અપનાવવામાં આવ્યો હતો અને સત્તાવાર રીતે ૨૬ મી જાન્યુઆરી ૧૯૪૯ના રોજ અમલમાં આવ્યો હતો. અને આ દિવસ કોઈ ખાસ ધર્મ, જાતી અથવા સંપ્રદાય સાથે સંકળાયેલો નથી, તેથી તે રાષ્ટ્રીયતા સાથે સંકળાયેલ છે, તેથી દેશના દરેક રહેવાસી તેને રાષ્ટ્રીએ પર્વ તરીકે ઉજવે છે.

શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ, વાઘજીપુરમાં

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, ધર્મતનુજદાસજી સ્વામી, જ્ઞાનસાગરદાસજી સ્વામી, શ્રી સત્યદર્શનદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો, સત્સંગી હરિભક્તો, કોલેજના વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓની ઉપસ્થિતિમાં શૌર્યભેર ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ધ્વજ વંદન સમૂહ રાષ્ટ્રગાન ગાઈને કરી હતી. અને દેશભક્તિને લગતી વિવિધ સાંસ્કૃતિક કાર્યેક્રમો અને દેશ ભક્તિ ગીતો, ભાષણો, અને દેશના બહાદુર પુત્રોને યાદ કરવામાં આવ્યા હતા અને વંદે માતરમ, જય હિંદ, ભારત માતા કી જય ની ઘોષણા સાથે કરવામાં આવી.

 ત્યારબાદ પ્રવચન દરમ્યાન  મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે,

ભારત એક લોકશાહી દેશ છે. લોકશાહી દેશમાં રહેતા નાગરિકો દેશનું નેતૃત્વ કરવા માટે તેમના નેતાને પસંદ કરવાનો વિશેષાધિકાર ભોગવે છે. જો કે અત્યાર સુધીમાં ઘણો સુધારો થયો છે, તેમ છતાં એમ પણ કહી શકાય કે આપણે પ્રદુષણ, ગરીબી, બેરોજગારી વગેરે જેવી કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. એક વાત આપણે બધાએ કરી શકીએ છીએ કે આપણે એકબીજાને વચન આપીએ કે આપણે એક બનીશું. આપણી જાતનું બહેતર સંસ્કરણ કે જેથી આપણે આ બધી સમસ્યાઓને ઉકેલવામાં અને આપણા રાષ્ટ્રને વધુ સારું સ્થાન બનાવવામાં યોગદાન આપી શકીએ. આપણા રાષ્ટ્રને ઉન્નત બનાવવામાં આપણે સહુ સાથ, સહકાર, અને સહયોગ આપીએ.

(2:03 pm IST)