Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

આ દ્રશ્ય મોતની સવારી જ કહી શકાય કામરેજ પાસે બેફામ વાહનચાલકો પોલીસ તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી

નથી કોરોનાનો ડર, નથી કાયદાનો ડર , નથી માનવતા માત્ર મોતને આમંત્રણ : આવા વાહનો વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહીના આદેશો જરૂરી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :સુરતના કામરેજ પાસે મોતને આવકાર આવતું દ્રશ્ય તસ્વીરમાં નજરે પડે છે સુરત કામરેજ પાસે બેફામ બન્યા છે આવા વાહન ચાલકો જે લોકોના જીવ સાથે રમત રમે છે હાઇવે પર બેફામ સ્પીડ અને કેટલા લોકો વાહન ની અંદર.છે તે તસ્વીરમાં નજરે પડે છે વાહન ચાલકને નથી કાયદનો ડર નથી કોરોનો ડર માત્ર કાયદાના લીરે લીરા તસ્વીરમાં નજરે પડે છે આવા વાહન ચાલકો વિરુધ્ધ  પોલીસ ખાસ ડ્રાઇવ રાખે તે જરૂરી છે જો કાર્યવાહી થશો તો અનેક અકસ્માતમાં જીવ બચશે

(11:54 am IST)