Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

વિશિષ્ઠ સેવાઓ બદલ લો એન્ડ ઓર્ડર વડા નરસિંહમા કોમારને રાષ્ટ્રપતિ એવોર્ડથી વિભૂષિત કરાયા

અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર ગુજરાત ગૌરવ જેવા આ આઇપીએસ સીબીઆઈમાં પણ ઝળહળી ઊઠયા હતા : ટેકનોલોજી દ્વારા આખા ગુજરાતની ગુનાખોરી પર બાજ નજર રાખનાર વિશ્વાસ પ્રોજેકટના સ્વપ્ન દ્રષ્ટાની પસંદગીથી અભિનંદન વરસ્યા અપરંપાર

 રાજકોટ તા.૨૭, પ્રજાસત્તાક પર્વ પર વિશિષ્ઠ કામગીરી અને અતિ વિશિષ્ટ કામગીરી બદલ અપાતા એવોર્ડમા વિશિષ્ઠ સેવા બદલ એક માત્ર આઇપીએસ અને એક એ.એસ.આઈ પસંદ થયા છે, જે આઇપીએસ પ્રેસિડેન્ટ એવોર્ડ માટે આ શ્રેણીમાં પસંદ થયા છે, તે અધિકારી ગુજરાતના ગૌરવરૂપ જે અધિકારીઓ છે તે શ્રેણીમાં તેમનું નામ છે, માત્ર ગુજરાતમાં નહિ પરંતુ સી.બી. આઈમા પણ પ્રશંશનીય સેવા આપી ચૂકેલા આ આઇપીએસ ગુજરાતની દેશ વિદેશમાં જાણીતી વિશ્વાસ પ્રોજેકટ ટેકનોલોજીના તેઓ સ્વપ્ન દૃષ્ટા છે, રાજકોટ થોડા સમય માટે ફરજ બજાવી ગયેલ આ આઇપીએસ ખૂબ સ્વચ્છ છબી ધરાવતા અધિકારી છે, આટલી પ્રસ્તાવના બાદ આ આઇપીએસ એટલે રાજ્યના લો એન્ડ ઓર્ડર વડા એડી.ડીજીપી નરસિંહમા કોમાર એ કહેવાની ભાગ્યે જ જરૂર પડે.              
મૂળ કર્ણાટકના વતની એવા આ આઇપીએસ ખૂબ તેજસ્વી શૈક્ષણિક કારકીર્દિ ધરાવતા ૧૯૯૬ બેચના આઈપીએસ છે.  
તેઓએ ડાંગ, વલસાડ તથા આણંદ અને ગોધરામાં નિષ્ઠાપૂર્વક બજાવેલ ફરજ આજે પણ લોકો યાદ કરે છે ,સાયબર ક્રાઇમનો ગ્રાફ વધતા તેમને ખાસ ઇકોનોમિક ઓફેન્સ સેલમાં સાઈડમાં ખાસ નિમણુક તેમના નોલેજ ધ્યાને લઈ મૂકવામાં આવેલ.અગાઉ જણાવ્યું તેમ ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી સીબીઆઈમા વિવિધ સ્થાન પર રહી ગુજરાતનુ નામ રોશન કરેલ.                         
 ૨૦૧૨મા તેઓ ગુજરાત પરત્ત ફરતા સુરત શહેરની ક્રાઈમ અને ટ્રાફિક સમસ્યાઓ કન્ટ્રોલ કરવા માટે તેમને સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ વડા બનાવવામાં આવેલ. ત્યાર બાદ લો એન્ડ ઓર્ડર સુરત રેન્જ અને આધુનિ કરણ કામગીરીને વેગ આપવા માટેની કામગીરી, હોય કે ટેકનિકલ વડા હોય કે પછી સાઉથ સૌરાષ્ટ્રની વણસતી પરિસ્થિત કોઈ પણ સરકાર હોય ઇમરજન્સી પરિસ્થિત તેમને સુપ્રત કરવામાં આવે છે.                                             
 ગુજરાતના જિલ્લાઓમાં આધુનિક કેમેરાઓ દ્વારા બાજ નજર રાખવાનો વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજારો કેમેરા લગાડેલા છે, કોવીડ મેંજમેન્ટ અંતર્ગત ભાવિ પેઢી માટે ખાસ અભ્યાસ પૂર્ણ દસ્તાવેજ આ આઈપીએસ દ્વારા ત્યાર કરવામાં આવ્યા છે.  ગુજરાત ગૌરવ જેવા આ અધિકકારી માટે આ એવોર્ડ પ્રથમ નથી, રાષ્ટ્રપતિ દ્વારા ૨૦૧૨મા પણ તેઓને એવોર્ડ અપાયો છે.૨૦૧૫મા ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ બદલ રાષ્ટ્રિય લેવલનો એવોર્ડ પણ મળ્યો છે, તેમના પર અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે.

 

(11:39 am IST)