Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

પંચમહાલના કાલોલના વેજલપુર પાસે ભયંકર અકસ્માત :ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત

---ટ્રક નીચે ઘુસી જતા બાઇકનો બુકડો બોલી ગયો : આજે ત્રણ ગમખ્વાર અકસ્માતમાં 7 યુવકોએ જિંદગી ગુમાવી

પંચમહાલના કાલોલના વેજલપુર પાસે  ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ યુવકો મોતને ભેટ્યા હતા. મૃતક યુવકો નજીકના વાઘવાણી ગામના હોવાની માહિતી મળી છે.ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોચી જઈ,બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.  

વડોદરામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જે અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા છે. વડોદરાના ફાજલપુર ગામ પાસે આ અકસ્માત સર્જાયો છે. જેમા ટ્રક અને બાઈક ધડાકાભેર એકબીજા સાથે અથડાયા જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે રોડ ઉપર પણ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

 

આ ભયંકર અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું. મૃતકો મૂળ રગડી ગામના રહેવાસી હતા અને બંને મૃતકો એકજ પરિવારના હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. સાથેજ ગામમા પણ માતમનો માહોલ જોવા મળી રહ્યો છે. 

 

આ અકસ્માત એટલો ભયાનક હતો ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા. મૃતકો જે બાઈક પર સવાલ હતા તે બાઈકના પણ કૂચેકૂચા બોલી ગયા હતા. સાથેજ બંને યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલાજ તેમના મોત નિપજ્યા હતા. એટલેકે આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ બંને યુવકોના મોત થયા હતા. 

 

બીજી તરફ આજે છોટાધેપુરના વનાર જામલા રોડ પર પણ અકસ્માત સર્જાયો જેમા પથ્થર ભરેલી ટ્રક પલટી મારી ગઈ જેના કારણે તેમા 2 લોકો દટાઈ ગયા હતા. જેમનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજ્યું હતું. 

 

ઉલ્લેખનીય છે કે આ બંન્ને અકસ્માતોની જાણ થતાજ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી જ્યા તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ અક્સમાતોને કારણે રસ્તા પર લોકના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જેના કારણે સ્થળ પર વાહન ચાલકો અટવાઈ ગયા હતા.

(8:27 pm IST)