Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

નર્મદા પત્રકાર સેવા સંઘના ખજાનચી અજિત વસાવાએ જન્મ દિવસે ગૌમાતાને ગૌચરો ખવડાવી ઉજવણી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પત્રકાર સેવા સંઘના ખજાનચી અને મીતગ્રુપના સદસ્ય અજીતભાઈ વસાવાએ પોતાના જન્મદિવસે ગાય ને ગૌચારો ખવડાવીને ઉજવણી કરી હતી.

હાલ ઈન્ટરનેટના ફાસ્ટ યુગમાં લોકો પોતાના જન્મ દિવસ કે અન્ય શુભ પ્રસંગે મોટી પાર્ટી કે અન્ય રીતે ઉજવણી કરી ખર્ચ કરતા જોવા મળે છે પરંતુ રાજપીપળા નિવાસી અને નર્મદા પત્રકાર સેવા સંઘના ખજાનચી તેમજ સેવાભાવી સંસ્થા મિત ગ્રૂપના સદસ્ય અજીતભાઈ વસાવા દર વર્ષે પોતાનો જન્મદિવસ  સ્વૈચ્છિક રક્તદાન,અંતરિયાળ ગામના બાળકોને બિસ્કિટ, ફ્રુટ અને જરૂરી ચીજવસ્તુઓ આપી ઉજવતા આવ્યા છે ત્યારે આ વર્ષે પોતાનો જન્મદિવસ પોતાના સુપુત્ર શિવાંશકુમાર  સાથે નાંદોદ તાલુકાના રામપરા ગામે ધનેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી ગાય માતાજીને ગૌચારો ખવડાવીને ઉજવી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા હતા.

(11:03 pm IST)