Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

દેશને આઝાદી અપાવવા જે વિરપુત્રો શહિદ થયા છે તેવા વિરોને આપણે યાદ કરવા જોઇએ:સી.આર.પાટીલ

બાબા સાહેબ આંબેડકરે જે રીતે બંધારણ ઘડયું છે કે કોઇની ઇચ્છા હોય તો પણ તેમા કોઇ ફેરફાર થઇ શકે નહી : પ્રદેશ પ્રમુખ

 

ગાંધીનગર: આજે દેશભરમાં 73માં ગણતંત્ર દિવસને લોકો એક સાથે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે.આજે કોવિડ નિયમોના પાલન સાથે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે પ્રદેશ કાર્યાલાય શ્રી કમલમ ખાતે ધ્વજનવંદન કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું. આજે આ દિવસે 1950 ના વર્ષમાં આપણા દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતના કેટલાય વિરપુત્રો અને સ્વતંત્રસેનાનીઓએ ઘણો સંઘર્ષ કરી દેશને આઝાદી અપાવી છે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં વધુમાં જણાવે છે કે. આજના આ દિવસે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ધ્વજવંદન કરી સંબોધન કરતા જણાવ્યું કે.આજના આ પ્રજાસત્તાક દિન આજે ખુબ ઉત્સાહથી ઉજવાઇ રહ્યો છે. દેશને આઝાદી અપાવવા જે વિરપુત્રો શહિદ થયા છે જેમને પોતાની યુવાની જેલમાં વિતાવી છે,જેમને અંગ્રેજોનો જુલમ સહન કર્યો છે તેવા વિરોને આજે આપણે યાદ કરવા જોઇએ સાથે તેમના પરિવારને પણ યાદ કરવો જોઇએ કારણે કે તેમના યોગદાનને કારણે આપણા દેશને આઝાદી મળી શકી .

આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણો દેશ ઉભરી આવ્યો છે સૌથી મજબૂત લોકશાહી દેશ તરીકે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ .આજના દિવસે આપણા દેશનું બંધારણ બાબા સાહેબ આંબેડકરે જે રીતે ઘડયું છે કે કોઇની ઇચ્છા હોય તો પણ તેમા કોઇ ફેરફાર થઇ શકે નહી. આ બદલ ડો.બાબા સાહેબ આબંડકરજીનો પણ આભાર વ્યકત કર્યો હતો.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આજના દિવસે ખાસ સંકલ્પ લેવાનો આગ્રહ રાખ્યો કે, આપણા દેશને જે સ્વતંત્રતા મળી છે તેને ટકાવી રાખવા આપણે શહીદ થવુ પડે તો પણ આપણે તૈયાર રહેવું ,જે પણ જવાબદારી આવે તે નિષ્ઠાપુર્વક નિભાવીશું.

(9:49 am IST)