Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સુંદરપુરા ગામમાં જુગાર રમતા બે શખ્સોને પકડી પાડતી રાજપીપળા પોલીસ,3ને વોન્ટેડ જાહેર કરાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામમાં પોલીસે છાપો મારી બે જુગાર રમતા ઇસમોને રોકડ સાથે ઝડપી લીધા હતા
મળતી માહિતી મુજબ સુંદરપુરા ગામમાં જુગાર રમતા વંદન હસમુખભાઈ વસાવા અને રીતેશભાઈ ગુલાબભાઈ વસાવા (બન્ને રહે.સુંદરપુરા તા-નાંદોદ જી-નર્મદા )નાઓ પાસેથીબ અંગ ઝડતીના રોકડા રૂ.૩૨૦ તથા દાવ ઉપરના ૨૭૦ મળી કૂલ કિ.રૂ.૫૯૦ મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા જ્યારે શનુ ભાઈ છીતાભાઈ વસાવા, સચિનભાઇ વિઠ્ઠલભાઈ વસાવા તથા (૩) મયુરભાઈ પ્રકાશભાઈ વસાવા (ત્રણેય રહે-સુંદરપુરા )પોલીસ રેડ જોઈ નાશી જતા ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે.

(7:57 pm IST)