Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

નર્મદા,ભરૂચ,વડોદરા જીલ્લામાં ઘરફોડ ચોરી કરતા મુખ્ય સુત્રધારને હરીયાણા થી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

આ આરોપીઓ વિરુદ્ધ વડોદરા સિટીમાં 28 ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ , પોલીસ અધિક્ષક નર્મદાનાઓની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના અનડેટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તથા આવા ગુનેગારોને ઝડપી મુદ્દમાલ રીકવર કરવાની સુચના તથા માર્ગદર્શન મુજબ એ.એમ.પટેલ ,પોલીસ ઇન્સ્પેકટર ,એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો જીલ્લાની મિલ્કત સબબ અનડીટેક્ટ ચોરીઓ ડીટેક્ટ કરવા ખાનગી બાતમીદારો તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસમાં હતા દરમ્યાન રાજપીપલા પો.સ્ટે.માં ગુનો તા .૧૧ / ૦૯ / ૨૦૨૧ ના રોજ નોંધાયેલ .જે ગુનામાં વાવડી વિસ્તારમાં રાત્રી દરમ્યાન કોઇ ગેંગ દ્વારા ઘરફોડ ચોરી કરેલ હોવાનું જણાઇ આવેલ

આ ગુનાની તપાસ દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ આધારે આ ચોરીના એક શકદારની ઓળખ કરવામાં આવેલ . જે વડોદરા તેમજ હરીયાણા વિસ્તારમાં અલગ - અલગ જગ્યાએ રહેતો હોય જે શકદારની તપાસ કરતાં આ ચોરી થયા બાદ તે હરિયાણા વિસ્તારમાં રહેતો હોય જેથી એલ.સી.બી.ની ટીમના બી.જી.વસાવ,પો.સ.ઇ. તથા ટીમને ફારૂખનગર હરિયાણા ખાતે મોકલવામાં આવી દરમ્યાન તેને ફારૂખનગર હરિયાણાના બજારમાંથી ઝડપી રાજપીપલા લાવવામાં આવ્યો .રાજપીપલા ખાતે લાવી આ આરોપી સુંદરસીંગ ઉર્ફે કરનસીંગ વિનોદસીંગ રાજપુત (રહે . બી -૩૨ , મારૂતીનગર અલવાનાકા , માંજલપુર વડોદરા) એ ઉપરોક્ત ગુનાની કબુલાત કરેલ હોય તેમજ આ ચોરી તેણે તેની સાથેના અન્ય સહ આરોપી સાથે મળી સફેદ કલરની સ્કોર્પીઓ રજીસ્ટ્રેશન નં . HR - 51 - BC - 3960 લઇને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા . તેની સાથે તેના સહ આરોપીમાં ( ૧ ) મુકેશભાઇ પોપીસીંગ (રહે . ગેહલબ જી.પલવલ ( હરીયાણા ) ( ર ) પોપીસીંગ(રહે . ગેહલબ જી.પલવલ ( હરીયાણા ) ( ૩ ) રાજેશ માંગેરામ (રહે . રાજપુરા જી.પલવલ હરીયાણા સાથે મળી જે તે વિસ્તારમાં બંધ મકાનની રેકી કરી રાત્રી દરમ્યાન ચોરીઓ કરતા હોય વિશેષ પુછપરછ દરમ્યાન આ ટોળકીએ ભરૂચ જીલ્લાના તેમજ વડોદરાના ડભોઇ વિસ્તારના પલાસવાડા ગામે પણ ચોરી કરેલ હોવાની કબુલાત કરતા નર્મદા એલસીબી ટીમે ત્રણ જિલ્લાની ઘરફોડ ચોરીના સુત્રધારો ને પકડવામાં સફળતા મેળવી છે

(7:48 pm IST)