Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

દેશના પ્રથમ રોયલ ગે પ્રિન્સ રાજપીપળાના કુંવર માનવેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં "ટ્રાન્સ જેન્ડરો" ભાજપમાં જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે દેશના પ્રથમ રોયલ ગે પ્રિન્સ રાજપીપળા સ્ટેટના કુંવર માનવેન્દ્રસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ટ્રાન્સજેન્ડરોનું એક મોટું જૂથ ભાજપમાં જોડાયું છે જે કદાચ ગુજરાતના રાજકારણમાં પ્રથમ ઘટના કહી શકાય.વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે તમામ ટ્રાન્સ જેન્ડરોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો અને ભાજપમાં આવકાર્યા હતા.

  સમલૈંગિકો માટે છેલ્લા ઘણા સમયથી લડત લડી રહેલા ભારત દેશના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળા સ્ટેટના કુંવર માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વડોદરાનું એક મોટું ટ્રાન્સ જેન્ડરોનું જૂથ ભાજપમાં જોડાયું છે.ભાજપ સરકારના રાજમાં જ સુપ્રીમ કોર્ટની સંવેધાનિક બેન્ચે બે પુખ્તની વચ્ચે સહમતીથી બનેલા સમલૈંગિક સંબંધને ગુનો માનતી કલમ 377ને ખતમ કરી દીધી હતી.ભાજપના રાજમાં વર્ષ 2014 માં જ ટ્રાન્સ જેન્ડરોને એમના હકો મળ્યા હતા .ટ્રાન્સજેન્ડર બિલ પણ રાજ્ય સભા-લોક સભામાં ભાજપ સરકારમાં પાસ થયું હતું.ભાજપના શાસનમાં જ દેશમાં પ્રથમ ટ્રાન્સજેન્ડરોનું વડોદરા ખાતે એક સેલટર હોમ બન્યું, ટ્રાન્સજેન્ડર કાઉન્સીલની સ્થાપના થઈ, આમ ભાજપ સરકારના રાજમાં ટ્રાન્સજેન્ડરોને જેટલા હકો મળ્યા એટલા કોંગ્રેસના રાજમાં નથી મળ્યા, એટલે જ ટ્રાન્સજેન્ડરોનું મોટુ જૂથ ભાજપમાં જોડાયું છે.ટ્રાન્સ જેન્ડરોના વિવિધ પ્રશ્નો બાબતે અમે ડો.વિજય શાહ સાથે વાત કરી ત્યારે એમણે પ્રશ્નો હલ કરવા હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.જેમ ભાજપમાં વિવિધ મોરચાઓ છે એવી રીતે ટ્રાન્સજેન્ડર વિંગ પણ ભાજપમાં હોવી જોઈએ એવી રજુઆતનો પણ એમણે સારો પ્રતિભાવ આપ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ માનવેન્દ્રસિંહ ગોહિલે એવી માંગ કરી હતી કે સમલૈંગિકોને પણ ચૂંટણી લડવાનો અધિકાર છે, એ સમુદાયને પણ રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર બનાવે.ત્યારે હવે ટ્રાન્સ જેન્ડરો વિધિવત વડોદરા ભાજપમાં જોડાયા છે ત્યારે વડોદરા મહાનગર પાલિકામાં કદાચ ટ્રાન્સ જેન્ડરોને પણ ભાજપ પોતાના ઉમેદવાર બનાવે એમાં નવાઈ નહિ.

(11:38 pm IST)
  • દ્વારકા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો નોંધાતા ચકચાર:ભાણવડની વારીયા બાલમંદિરની ટ્રસ્ટની જગ્યામાં કબજો કરી ખંડણી માગનાર બે મહિલા સહિતના સામે ફરિયાદ કરાઈ હતી: ભાણવડ પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી access_time 7:10 pm IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST