Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ૨૨,૨૨,૨૨૨ રૂપિયા અર્પણ કરાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત  મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ૨૨,૨૨,૨૨૨ - અંકે રૂપિયા બાવીસ લાખ બાવીસ હજાર બસો બાવીસ અર્પણ કરાયા છે.  ૨૨,૨૨,૨૨૨ રૂપિયાનો ચેક શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ, મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો દ્વારા આર.એસ.એસ.ના સરસંઘચાલક ડો. મોહન ભાગવતની ઉપસ્થિતિમાં અશોકભાઈ રાવલ - વિશ્વ હિન્દુ પરિષદ - ગુજરાત ક્ષેત્રીય મંત્રીને અર્પણ કરવામાં આવ્યા હતો.

(10:50 pm IST)