Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સાબરમતી રિવરફ્રન્ટ હાઉસના પાંચમામાળે ટેરેસ રેસ્ટોરેન્ટનો વિચાર હાલ પડતો મુકાયો

ટેરેસ રેસ્ટોરન્ટ શરૂ કરવા બીડ મગાવાઈ હતીપણ કોઈએ રસ ના દાખવ્યો

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓએ આખરે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસના પાંચમા માળે ટેરેસ રેસ્ટોરન્ટનો વિચાર પડતો મૂકી દીધો છે. સાબરમતી રિવરફ્રન્ટ હાઉસના પાંચમા માળે ટેરેસ રેસ્ટોરન્ટ શરૂ કરવા બીડ મગાવાઈ હતી પણ માસિક 16 લાખના ભાડે રેસ્ટોરન્ટ શરૂ કરવા કોઈએ રસ દાખવ્યો ન હતો, હવે અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓએ આ જગ્યાને કોઈપણ પ્રવૃતિ માટે ભાડે આપવા EOI બહાર પાડ્યા છે. અહીં ઓફીસ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક કે અન્ય પ્રવુતિ શરૂ કરવા માટે બીડરો પાસે દરખાસ્ત મંગાવવામાં આવી છે

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના 49 પ્લોટ વેચાણ કરવા માટે EOI બહાર પાડ્યા છે. મ્યુનિ.એ દરેક પ્લોટના ક્ષેત્રફળ સાથે તેની ઉંચાઈ અને બીલ્ટઅપ એરિયા સાથે બીડરો પાસે દરખાસ્ત મગાવી છે સાથે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસના પાંચમા માળ માટે પણ EOI બહાર પાડ્યા છે.

સાબરમતી રિવરફ્રન્ટના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હવે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસના પાંચમાં માળ પર રેસ્ટોરન્ટ જ નહિ પરંતુ કોઈ પણ તમારે સીરીયલ ન્યુઝ માટે આપવામાં આવશે. રેસ્ટોરન્ટ માટે અમે અગાઉ ટેન્ડર બહાર પડયું હતું પરંતુ તેમાં કોઈ એ રસ દાખવ્યો ન હતો.

(9:57 pm IST)
  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST

  • દિલ્હી હિંસા બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં: ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, નરેન્દ્રભાઇ મોદી સાથે પણ કરી શકે છે મુલાકાત, કડક કાર્યવાહીના અપાઇ શકે છે નિર્દેશ access_time 11:50 am IST

  • વિશ્વમાં 10 કરોડ લોકોને કોરોના વળગી ચૂક્યો છે: વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૦ કરોડને આજે વળોટી ગઈ છે. access_time 8:05 pm IST