Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

અમદાવાદના નવરંગપુરા સીજી રોડ ઉપર માસ્ક મુદ્દે પાંચ વ્યકિતઓ દ્વારા પોલીસ સાથે ઝપાઝપીઃ ૩ની ધરપકડઃ ૨ ફરાર

અમદાવાદ: શહેરના નવરંગપુરા ખાતે સીજી રોડના મ્યુન્સિપલ માર્કેટ પાસે પોલીસ જોડે માસ્કના દંડ મામલે પ્રજાસતાક દિવસે મંગળવારે સાંજે 5 શખ્સે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલી મોબાઈલ ટુ વાન પોલીસ જવાનોની મદદે આવતા પિતા-પુત્ર સહિત 3 જણા પકડાયા હતા. જ્યારે 2 શખ્સ ફરાર થઈ ગયા હતા. નવરંગપુરા પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નવરંગપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ભગવાનભાઈ સ્ટાફના માણસો સાથે મંગળવારે સાંજે 5.30 વાગ્યે સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન એમ.એમ.માર્કેટના ઈન ગેટ પાસે ફૂટપાથ પર 5 વ્યક્તિ ઉભી હતી. જેમાંથી ત્રણ જણાએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે માસ્કનો દંડ ભરવા ત્રણે વ્યક્તિને જણાવ્યું હતું.

દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાયેલા પાંચે જણાએ પોલીસને કહેવા લાગ્યા કે તમે લોકો પાસેથી ખોટી રીતે દંડ ઉઘરાવો છો. પોલીસે દંડના મેમોની પહોંચ પણ આઓવામાં આવશે તેમ જણાવતા પાંચે જણાએ દંડ ભરવા ઇન્કાર કર્યો હતો. પોલીસે દંડ ના ભરવો હોય તો પોલીસ સ્ટેશન ચાલો તેમ કહેતા પાંચે વ્યક્તિએ ઝપાઝપી કરી બુમો પાડી લોકોના ટોળાં એકત્ર કર્યા હતા.

આ દરમિયાન નવરંગપુરા ટુ મોબાઈલ સ્થળ પરથી પસાર થતા મદદે આવી પહોંચી હતી. પોલીસે બળપ્રયોગ કરી ત્રણ આરોપીને સરકારી વાનમાં બેસાડી દીધા જ્યારે બે આરોપી ધક્કામુક્કી કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસે ઝબ્બે કરેલા આરોપીના નામ આકાશ નિતિન પટેલ (રહે, સૂર્યાન્સ એલીગન્સ,શીલજ) મહેન્દ્ર અમરત પટેલ (ઉં,45) અને તેમનો પુત્ર જયકુમાર (ઉં,22) (બંને રહે, એલેનજાગ્રીન, સાઉથ બોપલ) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ફરાર થઈ ગયેલા આરોપીમાં જયમીન પ્રકાશ પટેલ (ઉં,28) (રહે, ઘાટલોડિયા) અને ધર્મેશ બિપિન પટેલ (ઉં,29) (રહે, એલેનજાગ્રીન, સાઉથ બોપલ) નો સમાવેશ થાય છે.

નવરંગપુરા પોલીસે પાંચે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ બનાવને પગલે સીજી રોડ પર લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા.તમામ આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

(5:04 pm IST)
  • ફેસબુક વાપરતા ૬૦ લાખ ભારતીયોના ફોન નંબર વેચવા મુકાયા મોટો ખળભળાટ: ફેસબુકનો ઉપયોગ કરી રહેલા ૬૦ લાખ જેટલા ભારતીય લોકોના ફોન નંબર ટેલિગ્રામ ઉપર વેચવા માટે મૂકવામાં આવ્યા છે access_time 8:07 pm IST

  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST

  • કિસાનોની ટ્રેકટર પરેડ રેલી અંગે એકશન શરૃઃ હિંસાની રર એફઆઇઆર નોંધાઇ : દિલ્હીમાં ગઇકાલે થયેલી હિંસા મામલે હવે પગલા શરૂ થયા છે. અત્યાર સુધીમાં રર એફઆઇઆર નોંધવામાં આવી છે. વિડીયો સીસીટીવી ફુટેજ જોઇને ઉપદ્રવીઓની ઓળખ થઇ રહી છે. સ્પેશ્યલ સેલ ક્રાઇમ બ્રાંચ એકશન મોડમાં access_time 11:47 am IST