Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અજિતસિંહ સુરમાની કાર પલટી મારી જતા ઇજા : હોસ્પિટલમાં ખસેડાયા

ઘર નજીક જ સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દેતા કાર એક ઘરના દીવાલની સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ

સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અજિતસિંહ સુરમાની કાર ઘર નજીક પલટી મારી જતા તેમને સામાન્ય ઇજા પહોંચી હતી. હાલ તેમને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 આ અંગે મળતી માહિતી અનુસાર સાંજે કાર લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે સોસાયટીમાં ઘર નજીક જ સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દેતા તેમની કાર એક ઘરના દીવાલની સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. સ્થાનિક રહીશોએ તાત્કાલિક તેમને કારમાંથી બાહર કાઢી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણ થતાં જ ભાજપ અગ્રણીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. અજીતસિંહને સામાન્ય ઇજા જ પહોંચી હોવાનું તબીબોએ જણાવ્યું હતું

(12:02 pm IST)
  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST

  • કિસાનોની ટ્રેકટર પરેડ રેલી અંગે એકશન શરૃઃ હિંસાની રર એફઆઇઆર નોંધાઇ : દિલ્હીમાં ગઇકાલે થયેલી હિંસા મામલે હવે પગલા શરૂ થયા છે. અત્યાર સુધીમાં રર એફઆઇઆર નોંધવામાં આવી છે. વિડીયો સીસીટીવી ફુટેજ જોઇને ઉપદ્રવીઓની ઓળખ થઇ રહી છે. સ્પેશ્યલ સેલ ક્રાઇમ બ્રાંચ એકશન મોડમાં access_time 11:47 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST