Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજપીપળા પ્રજાસત્તાક દિનની ઉજવણી પરેડમાં PSI પાઠકની પરેડને પ્રથમ સ્થાન પ્રાપ્ત થતા સન્માન કરાયું

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ પરેડ ટીમોએ પોત પોતાની પરેડનું પ્રદર્શન કર્યું હતું જેમાં નર્મદા પોલીસમાં સિંઘમની છાપ ધરાવતા પીએસઆઇ કે.કે. પાઠકની પરેડને પ્રથમ સ્થાન પ્રાપ્ત થતા નર્મદા કલેક્ટર ડી..શાહ દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

અત્રે ઉલ્લેખનીય છે કે પીએસઆઇ પાઠકે અગાઉ પણ નિર્ભયા સ્કોડ સહિત અનેક સરાહનીય કાર્ય નર્મદા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ કર્યા હોય જેમાં ઘણા સન્માન મળ્યા હતા જેથી તેમની ઓળખ સિંઘમ તરીકે થાય છે ત્યારે આજે પણ પ્રજાસત્તાક દીને વધુ એક ઉમદા કાર્યમાં પરેડમાં પ્રથમ નંબર મેળવી નર્મદા પોલીસનું નામ ઊંચું કર્યું છે.ત્યારે તમામ સરાહનીય કાર્યો અને સન્માન બદલ તેમને કમગીરી ફક્ત નર્મદા જિલ્લામાંમાં નહિ બલ્કે ઘણા જિલ્લાઓમાં બિરદાવાઈ રહી છે

(10:11 pm IST)
  • ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલા હોબાળો માટે માફી માંગી : તેમણે કહ્યું કે હિંસાના ગુનેગારો સંયુક્ત ખેડૂત મોરચાના ભાગ નથી. શિવકુમાર કક્કા એક ખાનગી ચેનલ સાથે વાત કરી રહ્યા હતા. access_time 7:57 pm IST

  • રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એકતરફી પ્રેમ સંબંધમાં એક 19 વર્ષની યુવતીને પાડોશીએ ગોળી મારીને હત્યા કરી access_time 7:58 pm IST

  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST