Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજપીપળામાં લગ્નના વરઘોડામાં ધક્કો વાગી જતા પંચ વડે હુમલા કરી ધમકી આપનાર 2 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના દેશમુખ ફળીયા નજીક લગ્નના વરઘોડામાં નાચતી વખતે એક વ્યક્તિને ધક્કો વાગી જતા પંચ વડે હુમલો કરી ધમકી અપાતા ફરિયાદ નોંધાઈ છે.
 
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા સડક ફળીયામાં રહેતા રવિભાઈ મંગાભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેઓ તેના મિત્રના વરઘોડામાં નાચતા હતા તે વખત પ્રેમ સુરેશભાઇ વસાવાને ધકકો વાગતા ગાળો બોલવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા પ્રેમ વસાવા ઍકદમ ઉશ્કેરાઇ જઇ રવિભાઈને પંચ વડે માથામાં મારી ઇજા કરી હતી તે વખતે છોટુભાઇ દિનેશભાઇ વસાવા પણ ત્યાં આવી રવિભાઈને લાકડી વડે સપાટા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:08 pm IST)