Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

સુરતમાં દુકાનો પર લાગ્યા બોર્ડ :29મી તારીખે NRCના વિરોધમાં અમારી દુકાન બંધ રાખીશું

ચોકબજાર વિસ્તારમાં કેટલીક દુકાનોની બહાર બોર્ડ લાગ્યા

સુરત : દેશમાં અનેક સંગઠનો દ્વાર આગામી 29મી તારીખના રોજ એનઆરસીના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની આંશિક અસર સુરતમાં સોમવારે જોવા મળી હતી. સુરતના ચોકબજાર વિસ્તારમાં કેટલીક દુકાનોની બહાર બેનર લગાવામાં આવ્યા હતા કે આગામી 29 તારીખે એનઆરસીના વિરોધમાં દુકાન બંધ રાખવામાં આવશે.

 

બહુજન ક્રાંતિમોર્ચા દ્વારા સમગ્ર દેશમાં એનઆરસીના વિરોધમાં ભારત બંધનું એલાન આગામી 29 જાન્યુઆરીના રોજ આપવામા આવ્યું છે. જેના સમર્થનમાં કેટલાક દલિત સંગઠનો પણ છે. આગામી 29 તારીખે કોઇ મોટી રાજકીય પાર્ટી દ્વારા આવા પ્રકારનું બંધ ન આપવામાં આવ્યું હોવાને કારણે સુરત શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા યોજવામાં આવી અને બંધની જાહેરાત કરવામાં આવી. સાંજના સમયે સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં તેની અસર પણ જોવા મળી હતી.

(11:23 pm IST)