Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર

છોટાઉદેપુરની શટલ રીક્ષામાં ઘેટા બકરાની માફક અને લટકતા સફર કરતા લોકોનો વિડિઓ વાયરલ

ગુજરાતમાં આદિવાસી પંથકના વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર થવું પડે છે.છોટાઉદેપુરની જ્યાં એક શટલ રીક્ષામાં ઘેટા બકરાની જેમ ભરાઇને, બહાર લટકીને ત્યાં સુધી કે બાકી હોય તો માથે બેસીને મુસાફરી કરવા મજબૂર થવું પડે છે. ત્યારે આવી જ એક શટલ રીક્ષાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  આ વિડીઓમાં એક તરફ નર્મદાની ધસમસતી કેનાલ વહી રહી છે ત્યારે તેનાથી થોડા ફૂટના અંતરે દોડતી શટલ રીક્ષા જે ગમે ત્યારે વિદ્યાર્થી અને તેમાં બેઠેલા લોકોના વજનથી અકસ્માતનો ભોગ બને તેવી સ્થિતીમાં મુસાફરોને લઈને જાયે છે

  આ દ્રશ્યો જોઇને એવું જ લાગે કે સુરક્ષિત ગુજરાતમાં રોડ રસ્તાના કાયદાઓ નિયમો સુવિધાની વાતો માત્ર શહેર પૂરતી જ સીમિત જોવા મળે છે બાકી ગ્રામ્ય અને આદિવાસી પંથકમાં આ બધી વાતો ભ્રમ જેવી લાગે કેમકે અહીંના લોકોનું તો આજ જીવન છે લટકતું ભટકતું અને જીવના જોખમે કાયમ આવી જ રીતે મુસાફરી કરવાનું.

(11:21 pm IST)