Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

અમદાવાદમાં શ્વાન ખસીકરણમાં ગોટાળા અંગે એનીમીલ રાઇટ ફાઉન્ડેશનને એક લાખનો દંડ

રખડતા શ્વાનની સમસ્યા અંગે હાઇકોર્ટમા પીટીશન બાદ તંત્ર જાગ્યું

અમદાવાદમાં શ્વાન ખસીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થતો રહે છે. ત્યારે કોર્પોરેશનના આરોગ્ય ખાતાએ શ્વાન ખસીકરણની કામગીરી કરતી એક સંસ્થા એનીમીલ રાઇટ ફાઉન્ડેશનને એક લાખનો દંડ કર્યો છે.

  નિયમ મુજબ શહેરની હદમા રહેતા શ્વાનનું ખસીકરણ કરવાનુ હોય છે. પરંતુ વધુ સારી કામગીરી દર્શાવવા અને નાણા કમાવવા માટે શહેર બહારથી શ્વાન લાવી ખસીકરણ કરાતુ હોવાની ફરીયાદ ઉઠી હતી. કોર્પોરેશને રખડતા શ્વાનના ખસીકરણ અને રસીકરણ માટે ચુકવાતી રકમમા વધારો કર્યો છે. ખસીકરણ-રસીકરણ કરતી સંસ્થાઓને એક શ્વાન દીઠ સારી એવી રકમ ચુકવવામા આવે છે

   પૂર્વ અને ઉત્તર ઝોનમા આ કામગીરી માટે 860 રૂપિયા. જ્યારે નવા પશ્ચિમ ઝોનમાં 900 રૂપિયા ચૂકવવામાં આવે છે. આમ મહીને અંદાજે 30 લાખનો ખર્ચ થાય છે. મોટી રકમનો ખર્ચો કરાતો હોવા છતા શહેરમા શ્વાનની સમસ્યા દૂર થઇ નથી. નવેમ્બર-૨૦૧૭થી ઓકટોબર-૨૦૧૮ દરમ્યાન માત્ર એક જ વર્ષમાં ૬૦ હજાર ૨૯૨ જેટલા નાગરિકોને રખડતા શ્વાન કરડ્‌યાં હોવાનું સામે આવ્યું છે. રખડતા શ્વાનની સમસ્યા અંગે હાઇકોર્ટમા પીટીશન કરવામા આવી છે. ત્યારે હવે કોર્પોરેશન મોડે મોડે આ મુદ્દે જાગ્યુ છે.

(10:57 pm IST)