Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

મોડાસાના માલપુર રોડ પર સોસાયટીમાં કાર ચોરીનો પ્રયાસ કરનાર ઠગો રંગે હાથે રહીશોના હાથમાં ઝડપાયા

મોડાસા: શહેરના સતત ધમધમતા એવા માલપુર રોડ ટચ આવેલા શ્યામનગર સોસાયટીમાં ગત શુક્રવારની રાત્રે  બાઈક લઈ આવેલા બે વાહન ચોરો ચોરવાનો પ્રયાશ કરી રહયા હતા.પરંતુ એક રહીશ રાત્રે જાગી જતાં અને અન્ય રહીશોને જાણ કરાતાં આ તસ્કરોએ શરૂઆતમાં પથ્થરો ફેંકી પ્રતિકાર કર્યો હતો.પરંતુ છેવટે આ બાઈક જ મૂકી તસ્કરોને ભાગી જવાનો વારો આવ્યો હતો.

 મોડાસા ટાઉન પોલીસે ઘટના સ્થળેથી બાઈકનો કબ્જો મેળવી લીધો હતો.પરંતુ રાબેતા મુજબ આ પ્રકરણે કંઈપણ જણાવવાનો ઈન્કાર કરી દીધો હતો.જયારે આ સોસાયટીમાં છેલ્લા એક અઠવાડીયામાં ઈનોવા ચોરવાનો બીજીવાર નો પ્રયાશ રહીશોની જાગૃતિએ નિષ્ફળ બનાવ્ય હતો.

(5:37 pm IST)