Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

સુરતના અડાજણમાં ફોટોગ્રાફરના ઘરમાં ત્રાટકેલા તસ્કરોએ ગેસની પાઇપ લાઈન વડે ચઢી 24 હજારની મતાની ચોરીને અંજામ આપ્યો

સુરત: શહેરના અડાજણના વરૂણ એપાર્ટમેન્ટમાં ફોટોગ્રાફરના ઘરમાં ત્રાટકેલો ચોર ગેસની પાઇપ લાઇન વાટે ગેલેરીના ખુલ્લા દરવાજામાંથી અંદર પ્રવેશી રૂા. 24 હજારની મત્તા ચોરીને ભાગી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અડાજણ ન્યુ રાંદેર રોડ સ્થિત વરૂણ એપાર્ટમેન્ટમાં રહેતા ફોટોગ્રાફર અલ્પેશ યતીન ચૌહાણના ઘરને નિશાન બનાવ્યું હતું. ગત રાત્રે અલ્પેશ પરિવાર સાથે રાત્રે જમ્યા બાદ સુઇ ગયો હતો પરંતુ મેઇન રોડ તરફની ગેલેરીનો દરવાજો બંધ કરવાનો ભુલી ગયા હતા. જેનો લાભ લઇ મોટરસાઇકલ પર આવેલો એક ચોર ગેસની પાઇપ લાઇન વાટે ઉપર ચઢી લેપટોપ, મોબાઇલ ફોન, કાંડા ઘડિયાળ વિગેરે મળી રૂા. 24 હજારની મત્તા ચોરી ગયો હતો.

(5:36 pm IST)