Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ખેડા જિલ્લામાં જુદા-જુદા બે ગમખ્વાર અકસ્માતમાં એકનું કમકમાટીભર્યું મૃત્યુ: એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ:ખેડા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર અકસ્માતો સર્જાયા હતા.આ અકસ્માતોમાં એક વ્યક્તિને શરીરે ઇજાઓ પહોચી હતી.જ્યારે એક વ્યક્તિનુ મૃત્યુ નિપજયુ હતુ.બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ શહેરના કોકરણ હનુમાનજી મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો.જેમાં લક્ષ્મીકાન્તાબેન મકવાણા અને તેમના પતિ રોડ ક્રોસ કરી રહ્યા હતા.તે સમયે એક મોટર સાયકલના ચાલકે ટક્કર મારી હતી.જેથી લક્ષ્મીકાન્તાબેનને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે લક્ષ્મીકાન્તાબેન  મોતીભાઇ મકવાણા રહે,ખુશ્બુ પાપડની બાજુમાં ઉત્તરસંડાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(5:35 pm IST)