Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

પાટણના કિમ્બુવામાં પ્રાથમિક શાળાને વાલીઓ દ્વારા તાળાબંધી

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા ફાજલ શિક્ષકોને અન્યત્ર ખસેડાતા વાલીઓમાં રોષ ફાટ્યો

પાટણ;તાલુકાના ના કિમ્બુવા ગામની પ્રાથમિક શાળાને વાલીઓ દ્વારા તાળાબંધી કરાઈ હતી આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા બે શિક્ષકો ફાજલ પડ્યા હતા જેમને અન્યત્ર ખસેડવામાં આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને શાળાની તાળાબંધી કરી હતી.

   વાલીઓની વ્યથા મુજબ ગ્રામ્ય વિસ્તારની સરકારી અનુદાનીત શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટી રહી છે સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.ત્યારે  શાળામાં બાળકોની સંખ્યા વધે તે માટે પ્રયાસો કરવાના બદલે શિક્ષકોને અન્યત્ર ખસેડવામાં આવે છે.જેના કારણે ભવિષ્યમાં અહી જરૂર ૫ડ્યે શિક્ષકોની સંખ્યા હશે નહીં. ઉ૫રાંત શિક્ષકો ઘટી જવાથી તેની ગંભીર અસર બાળકોના પાયાના શિક્ષણ ઉ૫ર ૫ડવાની ભીતિ વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

 

(2:35 pm IST)