Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

આણંદની ઈરમાના 10 વિદ્યાર્થીઓ પીધેલા પકડાયા ;એસઓજી દ્વારા વહેલી સવારે દરોડો

બાતમીના આધારે એસઓજીએ દરોડો પડતા 10 વિદ્યાર્થીઓ નશાની હાલતમાં ઝડપાતા ચકચાર

આંણદ :શહેરની જાણીતી ઈન્સ્ટીટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટની સંસ્થા(ઈરમા) ના 10 વિદ્યાર્થીઓ પીધેલા પકડાતા ચકચાર મચી જવા પામી છે જાણવા મળ્યા મુજબ એસઓજીએ બાતમીના આધારે વહેલી સવારે દરોડા પાડ્યા હતા.જેમાં 10 વિદ્યાર્થીઓ નશાની હાલતમાં ઝડપાયા હતા.

  શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ નશો કરેલી હાલતમાં ૫કડાયા હોવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી છે. પોલીસે તમામ વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:38 am IST)