Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ધરમપુર પાસે બે ટ્રક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે ના મોત

ટ્રક્નું ટાયર ફાટતા પાછળથી બીજી ટ્ર્ક ધકાડાભેર અથડાઈ :ઘટનાની તપાસ કરતા ખંડુભાઇને કન્ટેનરે અડફેટે લીધા:કન્ટેનર ચાલકનું માર્બલના પથ્થરો વચ્ચે દબાઇ જવાથી મોત

 

વલસાડ ;વલસાડના ધરમપુર પાસે બે ટ્રક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા હતા જયારે અન્ય બે લોકોને ઇજા પહોંચી હતી જાણવા મળતી વિગત મુજબ વલસાડ નેશનલ હાઇવે નં-8 ધરમપુર ચોકજી પાસે આવેલા બ્રીજ પરથી પસાર થતી ટ્રકનુ એકાએક ટાયર ફાટી ગયું હતું.તે દરમિયાન પાછળથી પૂરપાટે આવતી બીજી ટ્રક ધડાકા ભેર અથડાઇ હતી. જેમાં ટ્રક ડ્રાઇવર અને ક્લિનરને ઇજા પહોચી હતી સમયે બાઈક પર પસાર થતા ખંડુભાઇ પાડવી અકસ્માતના સ્થળ પર પહોચી અને ઘટનાની તપાસ કરી રહ્યાં હતાં .ત્યારે પાછળથી માર્બલના પથ્થરો ભરીને  આવતા કન્ટેનરે ખંડુભાઇને અડફેટે લેતા બે ટ્રકો સાથે અથડાવી હતી. જેમાં યુવકનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે કન્ટેનર ચાલકનું પણ માર્બલના પથ્થરો વચ્ચે દબાઇ જવાથી તેનું પણ સ્થળ પર મોત નિપજ્યું હતું અને 15 કલાકની જહેમત બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનામાં અન્ય બે વ્યક્તિઓને ઇજા થઇ હતી અને તેમને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(10:25 am IST)