Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજપીપળા વાલ્મિકી સમાજનું ગૌરવ બન્યા ડૉ.રોશન ચૌહાણ : સમાજમાં પ્રથમ ડોક્ટર બનતા સત્કાર સન્નમાન સમારોહ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં પ્રથમ એવા વાલ્મિકી સમાજના તારલા અને ચૌહાણ શિક્ષક દંપતી મહેશભાઈ ચૌહાણ અને ગીતાબેન ચૌહાણના સુપુત્ર રોશન ચૌહાણએ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ રાજપીપળામાં પૂરું કરી ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
  ડો.રોશન ચૌહાણના શિક્ષક દંપતી માતા પિતાએ રોશનને સાત સમંદર પાર રશિયામાં એમબીબીએસ ની ખ્યાતિ પ્રાપ્ત કરવા મોકલ્યા 2020માં એમણે એમબીબીએસ ની ડિગ્રી પ્રાપ્ત કરતા આજે વાલ્મિકી સમાજ દ્વારા ડૉ.રોશનનો અભિવાદન સમારોહ આંબેડકર ભવન રાજપીપળા ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો પૈકી દલિત અધિકાર સંઘ ગુજરાતના ઉપ પ્રમુખ મુળજીભાઈ રોહિત,જે,સી,સોલંકી,નગરપાલિકાના સભ્ય કમલભાઈ ચૌહાણ,રાજેશભાઈ ચૌહાણ તથા રોશનભાઈના માતા-પિતા મહેશભાઈ અને ગીતાબેન ચૌહાણએ ઉપસ્થિત રહી ડૉ .રોશનના કાર્યને બિરદાવી નર્મદા જિલ્લાના દર્દીઓની સેવા કરે તેવી આશા વ્યક્ત કરી હતી  રોશન ના પૂર્વ શિક્ષક એવા પી.ડી.વસાવા એ ખાસ હાજર રહી ર્ડા .રોશનને આશીર્વાદ આપ્યા હતા

(10:10 pm IST)