Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

નર્મદા જિલ્લામાં શનિવારે 2 કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 1738 પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા રજપૂત ફળિયામાં-01 અને નાંદોદ તાલુકાના થરી ગામમાં-1 મળી જિલ્લામાં 2 દર્દી પોજેટિવ નોંધાયો છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 13 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 4 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 12 દર્દી દાખલ છે.આજે 08 દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે જ્યારે આજદિન સુધી જિલ્લામાં કુલ 1695 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1738 પર પહોચ્યો છે.આજે વધુ 241 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:03 pm IST)