Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટી પાસેથી ધોળે દહાડે મો.સા.ની ચોરી થતા વાહન ચાલકોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના ભરચક વિસ્તાર એવા સંતોસ ચાર રસ્તા પાસેની રાજેન્દ્ર નગર સોસાયટી પાસે પાર્ક કરેલી મો.સા.ની ચોરી થતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર ગોદાવરીબેન ચતુરભાઇ વસાવા (રહે.રાજપરા,તા.નાંદોદ)ની ફરિયાદ અનુસાર તેમનો દિકરો સંજયભાઇ જન્મ થી મુકબધીર હોય જે હીરો હોન્ડા કંપનીની મોટર સાયકલ નંબર GJ - 22 - E 8738 કિ.રૂા.૨૦,000 લઇ સાંજના પાંચેક વાગે કામ અર્થે બજારમાં ગયો હોય તેની મોટર સાયકલ સંતોષ ચાર રસ્તા રાજેન્દ્રનગર સોસાયટી પાસે ગલીમાં સ્ટેરીંગ લોક કરી મુકેલ હતી ત્યાથી કોઇ અજાણ્યો ચોર મોટર સાયકલનું સ્ટેરીંગ લોક તોડી મોટર સાયકલની ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

(9:49 pm IST)