Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સુરતના શહીદ શિરિસકુમાર મહેતા એજ્યુશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેડીયાપાડાના ગામોમાં મજૂર વર્ગના લોકોને સ્વેટર વિતરણ કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ એવા ખીચડ અને રિંગાપાદર ગામના ખેત મજૂરી કરી કારમી મોંઘવારીમાં પરીવારનું ગુજરાન ચલાવતા લોકોને હાલ પડી રહેલી શિયાળાની કકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા આ મજૂર વર્ગ ગરમ વસ્ત્રો ખરીદી શકતા ન હોય ત્યારે સુરતના શહીદ સિરીશકુમાર મહેતા એજ્યુશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ગરમ સ્વેટરનું વિતરણ કરી માનવતાના દર્શન કરાવ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચારેક દિવસ પહેલા પણ આ ટ્રસ્ટ દ્વારા નાંદોદ તાલુકાના માંગરોળ ગામના ખેત મજૂરોને પણ સ્વેટર અને ગરમ ધાભળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ હાલ ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામોના દરિદ્રનારાયણને વિતરણ કરાયું છે.

(9:41 pm IST)