Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સાગબારાના ખડકીમહુ ગામની સીમમાં આંકડા લખનારને રૂ .૧૩,૧૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સૂચના મુજબ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને તેમજ પ્રોહી બીશન તથા જુગારની પ્રવૃતિને નાબુદ કરવાની સુચના મળતા એ.એમ. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો સાગબારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

 દરમ્યાન  બાતમી મળતા સાગબારાના ખડકીમડુ ગામની સીમમાં કેટલાંક ઇસમો આંક ફરકના આંકડા લખાવી રહેલ હોય ત્યાં જુગારની રેઇડ કરતા દિલીપ આસ્માભાઇ વસાવા (રહે.ખડકીમહુ તા.સાગબારા)ને આંકડા લખતા ઝડપી પાડી તેની પાસેથી અંગઝડતીમાંથી રોકડ રૂ.૧૩,૧૨૦ ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેના વિરૂધ્ધ સાગબારા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(9:36 pm IST)