Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

દેડીયાપાડાના મંડાળા ખાતેના ચર્ચમાં કોવિડ-૧૯ ના નિયમો સાથે નાતાલની અનોખી ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાનાં CNI ચર્ચ મંડાળા દ્વારા નાતાલ પર્વ નિમિત્તે અનોખી ઉજવણી કરાઈ હતી, COVID-19 ને કારણે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા નાતાલના પવિત્ર પર્વ નિમિત્તે વિશેષ પ્રકાર ની નાતાલની ઉજવણી કરવામાં આવી હતી, જેમ દર વર્ષે ધૂમ ધામથી નાતાલની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ COVID-19 ને ધ્યાનમાં રાખતા ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા અને સરકારની ગાઈડલાઈન મુજબ ખૂબજ ઓછી સંખ્યામાં ચર્ચો ખુલ્લા મુકાયા હતા. અને દરેક ધાર્મિક સ્થળો પર વિશેષ પ્રકારની વ્યવસ્થા પહેલાથી જ કરી દેવામાં આવી હતી,તમામ ધાર્મિક સ્થળોને સેનેટાઈઝ  કરાયા હતા

 .ચર્ચમાં ખાસ કરીને COVID- 19 થી પીડાતા લોકો માટે પ્રાથના કરવાનું આયોજન કરાયું હતું.આ વર્ષે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, નેત્રંગ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દેડીયાપાડા ખાતે દાખલ દર્દીઓને ફ્રૂટનું તેમજ બિસ્કીટનાં પેકેટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી, અને સી.એન.આઈ.ચર્ચ મંડાળાનાં પાળક રેવ. કિશન વસાવા દ્વારા તમામ દર્દીઓને નાતાલની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સી.એન.આઈ.ચર્ચ મંડાળા નાં પાળક સાહેબ રેવ.કિશન વસાવા, ફેડ્રીકભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, રાજેન્દ્રભાઈ, સર્જન ભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

(9:31 pm IST)