Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજપીપળા નગરપાલિકાને ફક્ત વેરા વધારામાં જ રસ.? : શાકમાર્કેટના લોકો આત્મનિર્ભર : સ્વખર્ચે ગટર બનાવી પડી

વારંવાર રજુઆત કરવા છતાં સત્તાધીશો દ્વારા ગટર ન બનાવતા આખરે કંટાળીને રહીશોએ સ્વખર્ચે ગટરનું રીપેરીંગ કરાવ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે રાજપીપળા શાકમાર્કેટ વિસ્તારમાં તૂટેલી ગટર બનાવવા રહીશોએ વારંવાર રજુઆત કરવા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા ગટર ન બનાવતા આખરે કંટાળીને રહીશોએ સ્વખર્ચે ગટર નું રીપેરીંગ કરાવ્યું હોય તો શું પાલિકાને વેરા વધારા માંજ રસ છે..?તેવા સવાલ હાલ પ્રજાના મુખે સંભળાઈ રહ્યા છે
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા ના કસ્બાવાડ પાસે આવેલ શાકમાર્કેટ મુખ્ય માર્કેટ છે જ્યાં રોજ હજારો લોકો શાકભાજી ખરીદવા આવે છે ત્યારે માર્કેટની વચ્ચે એક ગટર ઘણા સમયથી તૂટી ગયેલ હતી માટે ત્યાંથી અવર જવર કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હતો,જાગૃત સ્થાનિકો દ્વારા રાજપીપળા નગરપાલિકાના સભ્યો તેમજ પાલિકાને વારંવાર રજુઆત કરવા છતાં આ માટેનું કોઈજ નિરાકરણ ન આવતા આખરે કંટાળી સ્વ ખર્ચે ગટર રીપેર કરાવી હતી ત્યારે રાજપીપળાના ખાડે ગયેલ વહીવટનો હાલ લોકડાઉનની કપરી સ્થિતિ માં ભોગ બન્યા હોવા છતા આર્થિક સંકડામણ વચ્ચે પણ  આત્મનિર્ભર બની જાતેજ ગટર રીપેર કરાવી હતી

(9:28 pm IST)