Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસના વાહન ચેકિંગમાં અનેક દંડાયા :

31મી ડિસેમ્બર પહેલાં ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચનાના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં 31 મી ડિસેમ્બર અગાઉ જિલ્લા ટ્રાફિક પોલીસે લોકો પર હાક જમાવવા વાહન ચેકિંગ હાથ ધર્યું છે. આ સાથે સાથે તેમણે માસ્ક ચેકિંગ તથા વાહનો ના જરૂરી દસ્તાવેજો ની તપાસણી કરી ચેકીંગ હાથ ધર્યું હતું. 31મી ડિસેમ્બર પહેલાં ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચનાના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસે ધરમપુર ચોકડી ખાતે વાહન ચેકિંગ હાથ ધર્યું હતુ. ધરમપુર ચોકડી પર હાથ ધરેલા ચેકિંગમાં તેમણે અનેક વાહનોને નિયમ ભંગ બદલ તથા માસ્ક પહેરવા વગર ચલાવતા વાહન ચાલકોને  દંડ ફટકાર્યો હતો. પોલીસની આ કામગીરીના પગલે લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જેમાં 50 થી વધુ વાહન ચાલકો દંડાયા હતા અને 20 હજાર થી વધુ નો દંડ જિલ્લા ટ્રાફિક પોલીસે વસુલ્યો હતો

(8:49 pm IST)