Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ અગાઉ દાડમના વેપારીની હત્યા કરી લૂંટ કર્યાની ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનાહનો ભેદ ઉકેલી કાઢ્યો

મહેસાણા:થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ અગાઉ દાડમના વેપારીની હત્યા કરી લૂંટ કર્યાની ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં  ક્રાઈમ બ્રાન્ચ  દ્વારા જુદી જુદી ટીમો બોલાવી વેપારીની સ્વીફ્ટ ગાડી રાધનપુરના ખેતરમાં મળેી. તેના આધારે  સીસીટીવી ફુટેજ મેળવી સીડીઆર અને ફોન કોલ્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. જેમાં વેપારી દાડમ ખરીદી કરવા જતો ત્યારે સાથે રાખનાર ઈસમ તથા બીજો ઈસમ મળી સુનિયોજીત પ્લાન ઘડી હત્યા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે.

ઘટનાની વિગત જોતા મૃતક દાડમનો વેપારી સંતોષકુમાર ઉર્ફે સંજયભાઈ દેવનમલ માળી ડીસાવાળાને દાડમ વેચતા હતા અને તેઓ છેલ્લા બે વર્ષથી રમેશભાઈ નાનજીભાઈના પરિચયમાં હતા. ચાલુ વર્ષે દાડમ ખરીદવા તા. ૨૧-૧૦-૨૦૦૮ના રોજ દિયોદર વિસ્તારમાં ખરીદવા સ્થાનિક માણસ હોઈ સાથે રાખેલ હતા તેમજ ખેતરો રસ્તા જોયેલ હોઈ તેની મદદ લીધી હતી. મરણ જનાર વેપારી ઘણા દિવસથી સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાં દાડમ ખરીદવા જતો હોઈ તે રમેશભાઈને જણાવેલ કે સંજયભાઈ પોતાની ગાડીમાં મોટી રકમ રાખે છે. જેથી તેમનું મર્ડર કરી લૂંટ કરવાનો પ્લાન બનાવી દોરડા લાવી પોતાની પાસે રાખેલ હતા. જેમાં રમેશભાઈએ મર્ડરની લૂંટ કરવાના પ્લાનમાં કિરણ વિનોદભાઈ વિઠોદરાને વાત કરી પ્લાન બનાવેલ હતો અને તા. ૨૧મીના રોજ દાડમ ખરીદી કરવા સારુ સાથે લઈ ગયા હતા.

(5:58 pm IST)