Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સુરતના લીંબાયતમાં જવેલરી શોપમાં લૂંટના ઇરાદે રિક્ષામાં નીકળેલ પાંચ રીઢા આરોપીને લીંબાયત પોલીસે ઝડપી પાડ્યા

સુરત: શહેરના લીંબાયત મદનપુરા વિસ્તારમાં જવેલરી શોપમાં ચોરી-લૂંટના ઇરાદે રીક્ષામાં નીકળેલા પાંચ રીઢા આરોપીને લીંબાયત પોલીસે ગત મોડીરાત્રે આર.ડી.ફાટકથી પટેલનગર જતા રોડ ઉપરથી ઘાતક શસ્ત્રો સાથે ઝડપી લીધા હતા. તમામ અગાઉ રીક્ષામાં મુસાફરને બેસાડી આગળ પાછળ કરી રૂપિયા-મોબાઈલની ચોરી કરતા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે લીંબાયત પોલીસે ગત મોડીરાત્રે 11.15 ના અરસામાં આર.ડી.ફાટકથી પટેલનગર જતા રોડ ઉપર નર્મદેશ્વર મહાદેવ મંદિરની સામે રોડ ઉપરથી પસાર થતી રીક્ષા ( નં. જીજે-05-બીવાય-5587 ) ને અટકાવી રીક્ષાચાલક અશરફ પઠાણ સહિત પાંચ શખ્સોની અટકાયત કરી હતી.

અગાઉ વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા તમામની પાસેથી તેમજ રીક્ષામાંથી પોલીસે બે છરા, મરચાંની ભૂકીની ત્રણ કોથળી, લોખંડની પાઈપ,લાકડાનો ફટકો કબ્જે કરાયા હતા.તમામ અગાઉ રીક્ષામાં મુસાફરને બેસાડી આગળ પાછળ કરી રૂપિયા-મોબાઈલની ચોરી કરતા હતા પણ તેમાં વધુ રકમ મળતી હોય ચોરી-લૂંટ માટેની યોજના બનાવી હતી અને આરીફ અને જાકીરે તમામને ભેસ્તાન આવાસ બોલાવ્યા હતા. ત્યાંથી રીક્ષામાં તેઓ ડિંડોલી થઈ અંદરની સોસાયટીઓના રસ્તે આર.ડી.ફાટક થઈ લીંબાયત મદનપુરામાં જવેલરીની દુકાનમાં ચોરી-લૂંટ માટે નીકળ્યા હતા પણ ઝડપાઈ ગયા હતા.

(5:56 pm IST)