Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સુરતના હજીરા પોર્ટ નજીક ક્રેડિટ કાર્ડમાંથી રોકડા પૈસા ઉપાડવાની લાલચ આપી 79 હજારની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના હજીરા પોર્ટ ખાતે ઇન્ડિયન નેવીમાં કોન્ટ્રાકટથી જોબ કરતા કાપોદ્રાના યુવાને મિત્રએ વાપરવા આપેલા ક્રેડિટ કાર્ડમાંથી રૂ.50 હજાર ઉપાડવા મિત્રના પરિચિતને કાર્ડની વિગતો આપ્યા બાદ તેણે રૂ.79 હજાર ઉપાડી ખાતામાં ટ્રાન્સફર કર્યા નહોતા.

અમરેલીનો વતની અને સુરતમાં કાપોદ્રા કારગીલ ચોક પાસે ઠાકોરદ્વાર સોસાયટી -61 માં રહેતો 22 વર્ષીય શરદ હમીરભાઇ કનાલા સુરતના હજીરા પોર્ટ ખાતે ઇન્ડિયન નેવીમાં કોન્ટ્રાકટથી જોબ કરે છે. તેના મિત્ર મૌલિક સતીષચંદ્ર ભટ્ટે ત્રણ વર્ષ અગાઉ લીધેલો એચડીએફસી બેન્કનો ક્રેડીટ કાર્ડ ત્રણ મહિના અગાઉ તેને વાપરવા આપ્યો હતો. દરમિયાન, દિવાળી અગાઉ પૈસાની જરૂર હોવાથી કાર્ડમાંથી રોકડા કરવા શરદે મૌલિક સાથે વાત કરી તેના પરિચિત જીગ્નેશ રમેશચંદ્ર ઠક્કર સાથે વાત કરતા તેણે 1.1 ટકા કમિશન લઈશ તેમ કહેતા શરદે રૂ.50 હજાર કાઢવા કહ્યું હતું.

(5:55 pm IST)