Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

વડોદરાના રાજમહેલ રોડ નજીક ક્લિનિકમાં રહેલ સમાન લેવા બાબતે મહિલા દુકાનદારનો તબીબ સાથે ઝઘડો

વડોદરા:શહેરના રાજમહેલ રોડ પર આવેલ વ્રજ સિદ્ધિ ટાવરમાં મહિલા તબીબે ભાડા પટ્ટે ક્લિનીક શરૂ કર્યું હતું. ત્યારબાદ ક્લિનિક અન્યત્ર ખસેડી વેરા અને ભાડાના રૂપિયાની ચુકવણી કર્યા બાદ જુના ક્લિનિકમાં સરસામાન લેવા પહોંચતા દુકાન માલિક મહિલા અને તેમના ઓળખીતા અપશબ્દો બોલી ઝઘડો કરી સામાન પાછો નહીં આપવાનો બનાવો નવાપુરા પોલીસ મથકે નોંધાયો છે.

શહેરના સમા-સાવલી રોડ પર પરમ હાઇટ્સમાં રહેતા ડોક્ટર મેઘાબેન પટેલ સંગમ ચાર રસ્તા પાસે ક્લિનિક ધરાવે છે. નવાપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ચાર વર્ષ અગાઉ રાજમહેલ રોડ પર વ્રજ સિદ્ધિ ટાવરમાં પ્રિયાબેન પટેલ પાસે પ્રતિમાસ 9 હજાર ભાડાપેટે દુકાન ભાડે રાખી ક્લિનિક શરૂ કર્યું હતું. અંગત કારણસર અમદાવાદ જવાનું થતા ક્લિનિક દોઢ વર્ષ સુધી બંધ રહ્યું હતું. જે ક્લિનિકમાં સરસામાન હતો.

(5:54 pm IST)