Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સુરત જીલ્લામાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ આરોપીની તરફેણ કરીઃ પોતાની મરજીથી યુવક સાથે ગયાનું કહેતા જજ પણ ચોંકી ગયા

સુરત:  જિલ્લાનાં પલસાણા તાલુકાનાં એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવાર અને મુળ દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં વતની છે. કડીયાકામ કરી બે દિકરા અને દીકરી સહિતનાં પરિવારનું ગુજરાન ચલાવનારા શ્રમજીવીની 17 વર્ષીય સગીર દીકરી પર 12 જુન 2019ના રોજ સવારે પોણા આઠ વાગ્યે કુદરતી હાજતે ગઇ હતી. ત્યાર બાદ તેણીનો કોઇ પતો લાગ્યો નહોતો. જેથી પરિવારજનોએ દીકરી પર દુષ્કર્મ થયાની ફરિયાદ કરી હતી. જેથી આરોપી પર દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો લગાવાઇ હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન સગીરાએ પોતાની મરજીથી ગઇ હોવાનું કહેતા આરોપીને જામીન અપાયા હતા. 

સગીરાની સાથે મુળ ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાની નિશાળવાળી શેરી ખાતે રહેતા ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે મુકેશ બારૈયા પણ સ્થળ પરથી ગાયબ થઇ ગયો હતો. જેથી શ્રમજીવી પરિવારનાં મોભી દ્વારા કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે સગીર દિકરીનાં અપહરણની ફરિયાદ કરવામાં આવી હતી. ઘટનાનાં એક વર્ષ બાદ સગારી અને આરોપી ધર્મેન્દ્ર બારૈયાને ઝડપી પાડ્યાં હતા. આ બનાવ અંગે શરૂઆતમાં પોલીસ ઇપીકો કલમ 363, 366 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઇપીકો કલમ 376 (3) તથા ધ પોક્સો એ કટની કલમ 4,5,6 અનુસાર કલમ ઉમેરો કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી. 

આ કેસમાં આરોપીનાં વકીલે જણાવ્યું કે, કિશોરી જ્યારે ભાગી ત્યારે તેની ઉંમર 17 વર્ષ 3 માસ ઉપરની હતી. આ ઉપરાંત તે પોતાની મરજીથી આરોપી સાથે ભાગી ગઇ હતી. બંન્નેની અગાઉ સગાઇ થઇ હતી બંન્ને એક બીજાના પ્રેમમાં હતા. આ ઉપરાંત ફરિયાદી યુવકને પસંદ પણ કરતા નહોતા. જેથી આ ગુનાનો ભોગ બનનારા યુવતી પોતે જ ભાગી છુટી હતી. આ ઉપરાંત તેણીએ જ્યારે 18ની ઉંમર પુર્ણ કરી હતી. ત્યાર બાદ આ કામના આરોપીએ તેણી સાથે લગ્ન કર્યા હતા. જેના થકી આરોપી હાલમાં એક સંતાનનો પિતા પણ છે. જો કે ફરિયાદી દ્વારા પણ કોઇ દલીલ નહી કરવામાં આવતા તેનું સોગંદનામું આખરે મંજુર રાખવામાં આવ્યું હતું. 

(5:39 pm IST)