Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

વસંત વગડા ખાતે ગોઠવાયો બંદોબસ્ત

ખેડૂત આંદોલન મુદ્દે શંકરસિંહ વાઘેલા ઘરે નજરકેદ

અમદાવાદ, તા.૨૬: ખેડૂત આંદોલનને લઈને સમગ્ર દેશમાં હવે એક નવો જ વળાંક જોવા મળી રહ્યો છે. દેશની જનતા હવે ધીરે ધીરે ખેડૂત આંદોલનના સમર્થનમાં જોવા મળી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનને ધીરે ધીરે સમર્થન મળી રહ્યું છે, કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલનને આજે ૩૧ દિવસ થયા છે. ત્યારે ગુજરાતમાંથી પૂર્વ CM  શંકરસિંહ વાદ્યેલા ખેડૂતોના સમર્થનમાં જોડાયા છે અને શંકરસિંહ વાદ્યેલાએ દિલ્હી કૂચનું એલાન કર્યુ છે. જો કે શંકરસિંહ વાદ્યેલાને ઘરે નજર કેદ કરાયા છે. શંકરસિંહના નિવાસસ્થાન વસંગ વગડો ખાતે બંદોબસ્ત ગોઠવાયો છે. DySP સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે.

આ અગાઉ ગુજરાત રાજયના પૂર્વ CM શંકરસિંહ વાદ્યેલાએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે, અને તેમણે રાજયમાંથી ખેડૂત અધિકાર યાત્રા કાઢવાની જાહેરાત પણ કરી દીધી હતી. જેથી હવે શંકરસિંહ વાદ્યેલા ગાંધી આશ્રમથી દિલ્હી સુધી ખેડૂત અધિકાર યાત્રા કાઢવાના હતા. પરંતુ તે પહેલા જ તેમને તેમના જ નિવાસ સ્થને નજરકેદ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ગાંધીનગરસ્થિત પોતાના નિવાસસ્થાને આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રત્યે સરકારના વર્તનને અસંવેદનશીલ ગણાવતાં તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતાઓ આંદોલન કરી રહેલા ખેડૂતોને ખરાબ રીતે ચીતરવાનું કામ કરી રહી રહ્યા છે. ભાજપના આગેવાનો આંદોલન કરી રહેલા ખેડૂતોને નકસલવાદી અને ખાલિસ્તાનના સમર્થક ગણાવી રહ્યા છે. તેમજ આંદોલનકારી ખેડૂતો સાથે વાત કરવાના સરકાર તરફથી પ્રયાસ કરાયા નથી.' મેં પહેલાં ખેડૂતોની માગ સ્વીકારવા માટે અને નવ કૃષિ કાયદા પાછા ખેંચવા માટે કેન્દ્ર સરકારને ૨૫ ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું.

(3:43 pm IST)