Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રામમંદિર નિર્માણમાં ૧૩ કરોડ હિન્દુ પરીવારોનો સહયોગ લેવાશેઃ ડો.સુરેન્દ્ર જૈન

વિહીપના કેન્દ્રીય સંયુકત મહામંત્રીએ રૂપરેખા આપીઃ ગુજરાતમાં ૧૮પપ૬ ગામોમાં સંપર્ક કરાશે

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરીષદના કેન્દ્રીય સંયુકત મહામંત્રી ડો. સુરેન્દ્ર જૈને જણાવેલ કે રામમંદિર નિર્માણ માટે દેશના પ લાખથી વધુ ગામોના ૧૩ કરોડ હિન્દુ પરીવારોનો સહયોગ લેવાશે.

અમદાવાદ ખાતે વિહિપ કાર્યાલય ખાતે ડો. જૈને જણાવેલ કે શરૂમાં આ લક્ષ્ય રખાયેલ કે રામમંદિરના નિર્માણમાં ૮ લાખ ગામોના ૧૧ કરોડ પરીવારોનો સંપર્ક કરી પ૦ કરોડ હિન્દુઓનો સહયોગ લેવાશે. આ અંગે પ્રાંતોની બેઠકમાં નક્કી કરાયેલ અને લક્ષ્ય વધારી પ.ર૩ લાખ ગામોના ૧૩ કરોડથી વધુ પરીવારોના ૬પ કરોડ હિન્દુઓનો સંપર્ક કરી નિધી સમર્પણ અભિયાન પુરૂ કરાશે. જે માટે ૧૦ લાખ ગ્રુપમાં ૪૦ લાખ કાર્યકર્તાઓને જોડાયા છે. તેમણે દાવો કરેલ કે આ સૌથી મોટુ સંપર્ક અભિયાન હશે.ડો. જૈન મુજબ શરૂથી જ નક્કી કરેલ કે મંદિર નિર્માણ માટે સરકારથી કોઇ ધનરાશી નહી લેવાય. ઘણા ધનવાનોએ કહયું છે કે તેઓ મંદિરના બજેટ આપવા માંગીએ છીએ. આ સાથે જ નિર્ણય લીધો કે ગામ-ગામ, જન-જન સુધી જશુ. દરેક વ્યકિતને રામ સાથે જોડીશુ઼. દરેક હિન્દુનો સહયોગ લેવાશે.

જૈન સમાજનો ઉત્સાહ અદભુત

ડો.જૈને જણાવેલ કે જૈન સમાજનો ઉત્સાહ તો અદ્વિતીય દેખાઇ રહયો છે. પૂ. પદ્મસાગ સુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી જૈન સમાજ તરફથી રપ કિલો ચાંદીની ઇંટ રામમંદિર નિર્માણ માટે આપવામાં આવેલ. હવે વધુ સહયોગની તૈયારી છે. ભગવાન રામ ઇશ્વાકુ વંશના હતા. જૈન સમાજના ર૪ માંથી રર તીર્થકરો પણ ઇકવાકુ વંશના જ છે. જેથી જૈન સમાજના પ્રત્યેક વ્યકિતને લાગે છે કે આ રામમંદિર તેમનું પોતાનું જ છે. તેઓ આર્થીક યોગદાનની સાથે ગામોમાં સંપર્ક પણ કરશે.

૩ વર્ષમાં મંદિર પુર્ણ થશે

ડો.જૈને જણાવેલ કે ૩ વર્ષમાં મંદીર સાકાર થશે અને ૨૦૨૩ના અંત સુધીમાં શીખર ઉપર ભગવો ધ્વજ લહેરાશે. વિહીપના ગુજરાત પ્રાંતે નક્કી કર્યુ છે કે ૧૮પપ૬ ગામોના દરેક ગામોમાં સંપર્ક કરાશે અને દરેક હિન્દુ પાસેથી સર્મપણનો પ્રયાસ કરાશે. જે માટે સમીતી બનાવાય છે. સંતોના માર્ગદર્શક મંડલમાં બધા સંપ્રદાયોના સંત અને આચાર્યોને સંમલીત કરાયા છે.

(2:38 pm IST)