Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજપીપળા ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પીએમના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દાહોદ સાંસદની ઉપસ્થિતમાં કરાયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : સમગ્ર ભારત ની સાથે નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે પણ કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રીના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિ માં કરાયું જેમાં દીપ પ્રાગટ્ય કરી સાંસદ જશવંતસિંહે કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો અને પ્રધાનમંત્રીના ભારત ભર ના ખેડૂતો સાથે વાતચીત બાદ તેમના સંબોધનને જિલ્લાભરના કિસાનો દ્વારા સાંભળવામાં આવ્યું ત્યાર બાદ જિલ્લાના કૃષિ લાભાર્થીઓ પૈકી નાંદોદ તાલુકાના 40 લાભાર્થીઓને અલગ અલગ યોજનાઓ હેઠળના મંજૂરી હુકમો તથા અલગ અલગ કીટ વિતરણ કરવામાં આવી અને કિસાન પરિવહન યોજના અંતર્ગતના લાભાર્થી ઓના વાહન ને લીલી ઝંડી આપી સાંસદ જશવંતસિંહ ભાભોરે પ્રસ્થાન કરાવ્યું હતું.
સાંસદે તેમના પ્રવચનમાં જણાવ્યું કે ગુજરાતના ઇતિહાસ માં પ્રથમ વખત ખેડૂતો માટે આટલી મોટી યોજનાઓ આવી છે જે કિસાનનો ની આવકને 2022માં ડબલ કરવા માં ખુબજ ઉપયોગી છે.

(12:01 am IST)