Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

આર્થિક બાબતોની કોન્ફરન્સમાં હાજરી આપવા સુરત આવતા નિર્મલા સીતારમન

રાજકોટ : દેશના નાણામંત્રી નિર્મલા સીતારમન ૨૭ ડિસેમ્બરે સુરતમાં યોજાનારી કોન્ફરન્સના ઉદ્દઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે સંબોધન કરશે.

સુરતના ઇચ્છાપોર ખાતે આવેલી ખાનગી ઓરો યુનિવર્સિટીમાં ઇન્ડિયન ઇકોનોમિક એસોસિયેશનની ૧૦૨મી ત્રિદવસીય એન્યુઅલ કોન્ફરન્સ યોજાવાની છે. આ કોન્ફરન્સમાં દેશની આર્થિક પરિસ્થિતિ અંગે જુદા જુદા વિષયો પર નિષ્ણાતો ગહન ચર્ચા વિચારણા કરશે. પહેલા દિવસે ૨૭ ડિસેમ્બરે નાણામંત્રી નિર્મલા સીતારમન ચીફ ગેસ્ટ તરીકે સંબોધન કરશે. ખાસ કરીને ચેલેન્જિસ ફોર ગુજરાત ઇકોનોમી પર ચર્ચા થશે. આ કાર્યક્રમમાં નાણામંત્રી ઉપરાંત ૧૫માં ફાયનાન્સ કમિશનના ચેરમેન એન.કે. સિંહ, નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ, આરએસએસના પ્રખર વિચારક અને આરબીઆઇ બોર્ડના સભ્ય એસ ગુરુમુર્તિ હાજર રહેશે. સમાપન સમારોહમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના પ્રોફેસર એમિરેટ્સ લોર્ડ મેઘનાદ દેસાઇ સંબોધન કરશે.

(11:49 am IST)