Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિદ્યાનગર-બાકરોલ રોડ નજીક બાઈકની હડફેટે રાહદારી કિશોરી મોતને ભેટી

આણંદ:જિલ્લાના વિદ્યાનગર તાબે બાકરોલ રોડ પર એક બાઈક ચાલકે રોડ પર જતી બાળકી અને તેના ભાઈને ટક્કર મારી હતી. આ ટક્કર મારતા બાળકીને રોડ પર ગંભીર ઈજાઓ થતા તેણીનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. આ મોત બાદ વિદ્યાનગર પોલીસે તપાસનો દોર આરંભ્યો હતો. પરંતુ ઘટનાના ૨૪ કલાક બાદ પણ વિદ્યાનગર પોલીસ મથકે પીઆઈની રજાઓનો દોર શરુ થયો હતો. વિદ્યાનગરના પીઆઈ લગ્ન પ્રસંગ હોવાથી ૧૫ દિવસથી રજાઓ પર ઉતરી ગયા હતા.જ્યારે ચાર્જ પીએસઆઈ પણ રજા પર ઉતરી જતા સેકેન્ડ સીનીયર પીએસઆઈ દ્વારા પણ આ મામલે ચુપકીદી સેવી છે.જ્યારે આ મામલે પુરપાટ ઝડપે બાઈક ચલાવનાર ઈસમ મોટામાથાઓના સપોર્ટ હોવાથી તેની અટકાયત ન થતી હોવાની બુમ મૃતક બાળકીના પરીવારજનોમાં ચર્ચાઈ હતી.
આ ઘટનાઓમાં  વિદ્યાનગર તાબે બાકરોલ રોડ બે દિવસ અગાઉ  ધુમ સ્ટાઈલે જતા બાઈક ચાલકે રસ્તામાં એક યુવતિના વાહનને અડફેટે લીધી હતી.મુળ બાકરોલ રોડ પર રહેતી મૈત્રી તલાટી ઉ.વ.૧૬ જે તનું દ્વીચક્રી વાહન નં જીજે ૨૩ બીએન ૦૦૪૯ લઈ તેના ભાઈ દેવને ટયુશનેથી લેવા માટે નિકળી હતી.આ વખતે પુરપાટ સ્પિડે જતા કેવિન રીકેનભાઈ પટેલ દ્વારા તેના વાહનને ટક્કર મારવામાં આવી હતી. આ ટક્કર વાગતા જ મૈત્રી હવામાં ફંગોળાઈ હતી.તેની પાછળ બેઠેલ ભાઈ દેવ રસ્તા પર પટકાતા મૈત્રીનું સ્થળ પર કમકમાટીભર્યુ ંકરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાના ૪૮ કલાક બાદ પણ વિદ્યાનગર પોલીસ દ્વારા ઉક્ત ઈસમને અટક કર્યાની વાત તો દુર પરંતુ પોલીસ દ્વારા આ ધુમ સ્ટાઈલ બાઈકની નંબર પ્લેટ પણ મેળવી શકી ન હોવાથી વિદ્યાનગર પોલીસ પર ફિટકાર વરસાવ્યો છે. પોલીસ મથકના પીઆઈ સોલંકી તેમના ઘરે લગ્ન હોવાથી ૧૫ દિવસથી રજા પર ઉતરી ગયા છે.જ્યારે સેકન્ડ પીએસઆઈને ચાર્જ મળતા તે પણ આવી કમકમાટી ધરાવતી ઘટનાઓમાં તપાસ ન કરવી પડે તે હેતુથી ડી.બી.ભુરા પણ રજા પર ઉતરી ગયા હતા. જ્યારે આ મામલે તપાસની કમાન ગોહીલ પીએસઆઈએ સંભાળી છે પરંતુ હાલ સુધી આ ઘટનામાં તેઓ કોઈ પ્રકાશ પાડી શક્યા નથી. આ ઘટનામાં વિદ્યાનગર પોલીસ મથકે ફરજ નિભાવતા પીએસઆઈ ગોહિલે આ મામલે પોતાનો ફોન રિસીવ ન કરી દાળમાં કાળું હોવાના એધાન આપ્યા હતા.જ્યારે મુળ પીઆઈ સોલંકી તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ૧૫ દિવસથી રજા પર ઉતરી ગયા હોવાની માહિતી પ્રાપ્ય થઈ હતી.આ ઘટનામાં પીએસઆઈ ભુરાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓ પણ હાલ રજા પર હોવાથી અને આ ઘટનામાં બાઈક ચલાવનાર યુવાનને ઈજાઓ થઈ હોવાથી રજા આપ્યા બાદ અટકાયત થશે તથા તેઓ હાલ રજા પર હોવાથી તપાસ ગોહિલ પીએસઆઈ ચલાવી રહ્યા હોવાની માહિતી જણાવી હતી.

(7:05 pm IST)