Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

અમદાવાદમાં નકલી પોલીસનો તરખાટ: જુદા-જુદા વિસ્તારમાંથી 3.30 લાખના દાગીનાની ચોરી

અમદાવાદ: શહેરમાં ફરીથી નકલી પોલીસ સક્રિય થઈ ગઈ છે. પશ્ચિમ વિસ્તારમાં નકલી પોલીસે તરખાટ મચાવી માત્ર સવા બે કલાકમાં જુદા-જુદા વિસ્તારોમાંથી ૩.૩૦ લાખના દાગીના ઉતરાવી છૂમંતર થઈ જતા અસલી પોલીસ દોડતી થઈ ગઈ છે. જો કે, હજુ સુધી નકલી પોલીસની કોઈ ભાળ મળી નથી. બીજી તરફ સિનિયર સિટિઝન મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. ઊચ્ચ પોલીસ અધિકારીઓએ પશ્ચિમ વિસ્તારના ઘાર્મિક સ્થળો અને બગીચા જેવા સ્થળો ઉપર પેટ્રોલિંગ સઘન બનાવવાના આદેશ કર્યા છે.

(7:03 pm IST)