Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

અગર ફલક કો જીંદ હૈ બિજલીયા ગીરાને કી, તો હમે ભી જીંદ હૈ વહીં પર આશીયાના બનાને કી...

ગુજરાતમાં વિજ્યોત્સવ રૂપાણી સરકાર સત્તારૂઢ

આજ બાદલો ને ફીર સાજીસ કી, જહાં મેરા ઘર થા વહી બારીશ કી, અગર ફલક કો જીદ હૈ બિજલીયા ગીરાને કી, તો હમે ભી જીદ હૈ વહીં પર આશીયાના બનાને કી....

રાજકોટ : આજે પોષસુદ આઠમ...પવિત્ર શાકંભરી નવરાત્રીનો પ્રારંભનો દિન...અને આજે જ આપણા ગુજરાત સરકારની શપથવિધિ યોજાઇ રહી છે. જેમાં મુખ્યમંત્રીનો તાજ શ્રી વિજયભાઇ પહેરી રહ્યા છે...તો નાયબ મુખ્યમંત્રી પદેશ્રી નિતિનભાઇ બીરાજી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચુંટણી ર૦૧૭ ના પરિણામો ૧૮મી ડિસેમ્બરે આવ્યા બાદ રાજયપાલ શ્રી કોહલી જીએ ૧૩મી વિધાનસભાનું વિર્સજન કરતા જ નવી સરકારની રચના કરવાનો માર્ગ મોકરો બન્યો હતો. જેને પગલે આજે રાજયમાં સતત છઠ્ઠી વખત ભાજપના નેતૃત્વ વાળી નવી સરકાર રચાઇ રહી છે.

આ દરમ્યાન સૌથી વધુ અઘરો નિર્ણય હતો. કે હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોને બનાવીએ ...? પક્ષના મોવડી મંડળે પણ લાંબુ મનોમંથન કરવુ પડયું ....કેટલાક જોઇતા...કેટલાક વણજોઇતા નામો પણ ચર્ચામાં આવ્યા પરંતુ આખરે આ બંને પદ માટે વિજયભાઇ અનેનિતિનભાઇના નામ ઉપર જ મંજુરીની મહોર લાગી...અને જે ખરેખર હકદાર પણ હતા અનેક વ્યકિતઓને સવાલ થાય કે એમને બંને નેજ કેમ રીપીટ કર્યા...?

આમ તો અમેનો એકદમ સરળ જવાબ છે પરંતુ ઉંડાણથી સમજાવીએ તો મુખ્યમંત્રી પદ માટે વિજયભાઇ જ પ્રબળ દાવેદાર ગણાય કેમ કે અમેણે જયારથી શાસનની ધુરા સંભાળી ત્યારથી ચૂંટણી સુધી એટલે કેેઆશરે છેલ્લા દોઢ વર્ષમાં રાજયભરમાં જે નિતનવા આંદોલનો ચાલ્યા એ મુશ્કેલી વિજયભાઇ એ જ વેઠી અને તેમાથી તેઓ પસાર પણ થયા...

પાટીદાર અનામત આંદોનને શાંત પાડવા વિજયભાઇ અને નીતીનભાઇએ અથાગ પ્રયત્નો કર્યા...અને જેની સીધી અસર આપણને ચુટણીના પરિણામોમા જોવા મળી. ભલે આ ચુંટણીમાં ભાજપની બેઠકો ઘટી એ કબુલવુ પડે પરંતુ જે વિપરીત સ્થિતી હતી એમાં ૯૯ બેઠકો અપાવી એજ ખરેખર પ્રસંશાને પાત્ર કહી શકાય.

બીજી રીતે જોઇએ તો વિજયભાઇ અને નીતીનભાઇના આ શાસન દરમ્યાન બંનેની સામે આંગળી ચીંધી શકાય એવુ એકપણ કૌભાંડ બહાર આવ્યાનૂં જાણવા નથી મળ્યું.

ખરેખર તો વિજયભાઇની સરખામણીમા નિતીનભાઇ ઘણા સીનીયર છ.ે અને તેમણે ભુતકાળમાં અનેક મહત્વના ખાતાઓ ઉપર સુપેરે કામગીરી બજાવી છે. આમ છતા એકપણ વખત એમનું નામ કોઇ કૌભાંડમાં આવ્યુ નથી. રાજયમાં થયેલ આંદોલનને પગલે તેઓ અપ્રિય જરૂર બન્યા પરંતુ એવુ કોઇ જ કામ નથી કર્યુ કે તેમને હટાવવા પડે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ બંનેના વિશ્વાસ પાત્ર વ્યકિતઓમાં વિજયભાઇ રૂપાણીનું નામ મોખરે આવે છે. તેઓ વિજયભાઇને પોતાના જ માણસ ગણે છ.ે સાથે સાથે પાટીદાર  સમાજ ભાજપની વિરૂધ્ધ થયો હોવા છતા નીતીનભાઇ પટેલ પણ એટલા જવફાદાર રહ્યાનું મોવડી મંડળ જાણે છ.ે

આ ઉપરાંત વિજયભાઇ અને નીતીનભાઇ બંને પક્ષના છેવાડાના કાર્યકર છે. પક્ષમાં વર્ષો સુધી વિવિધ પદો ઉપર સારી રીતે કામગીરી બજાવ્યા બાદ.

આ પદ સુધી પહોંચ્યા છે તેમજ આમ જુઓ તો પક્ષ પાસે આ જોડી સિવાય બીજો કોઇ સારો વિકલ્પ પણ દેખાતો નથી.

આવા વિવિધ પાસાઓને જોઇએ તો મૂખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદ માટે વિજયભાઇ અને નીતીનભાઇ જ યથા યોગ્ય જણાય છે.

(6:26 pm IST)