Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સૌરાષ્ટ્રમાંથી મુખ્યમંત્રી અને ૫ પ્રધાનો

ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયાને કેબીનેટ દરજ્જોઃ વિભાવરીબેન અને પરસોતમ સોલંકી રાજ્ય કક્ષાએઃ કચ્છમાંથી વાસણભાઈ

રાજકોટ, તા. ૨૬ :. આજે રાજ્યની ભાજપ સરકારના નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના માતબર મહત્વ મળ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પોતે સૌરાષ્ટ્ર (રાજકોટ)ના છે. ઉપરાંત આર.સી. ફળદુ, સૌરભ પટેલ અને જયેશ રાદડિયા એ ત્રણ કેબીનેટ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભાવનગરના વિભાવરીબેન દવે અને પરસોતમ સોલંકીને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. કચ્છમાંથી વાસણભાઈ આહિરને રાજ્ય કક્ષાનું મંત્રી પદ મળ્યુ છે. કુલ ૨૦ સભ્યોના મંત્રી મંડળમાં ૭ સભ્યો એટલે કે ત્રીજા ભાગનું સંખ્યાબળ સૌરાષ્ટ્રનું થયુ છે. અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી વગેરે જિલ્લા મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વથી વંચીત રહ્યા છે.

(5:35 pm IST)