Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વડોદરા:સ્નરેસિડેન્સીમાં ત્રાટકેલા તસ્કરો સોના ચાંદીના દાગીના ચોરી છૂમંતર.....

વડોદરા: મૂળ બિહારના રહેવાસી અને હાલ શહેરના ઉંડેરા ખાતે આવેલ સન રેસીડેન્સીમાં ભાડે રહેતા રાજકુમાર ગાંધી રિફાઇનરી કંપનીમાં સિનિયર પ્રોડક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. 16 નવેમ્બરના રોજ તેઓ મકાનને લોક કરી વતન ગયા હતા. 24 નવેમ્બરના રોજ પાડોશીએ તેમના મકાનમાં ચોરી થયાની જાણ કરી હતી. તપાસ કરતા દરવાજાના નકુચો તોડી ઘરમાં પ્રવેશેલ અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી રોકડા રૂપિયા 3 હજાર અને સોનાના ઘરેણા મળી કુલ રૂ. 1,42,500ની મતા ચોરી ફરાર થયાનું બહાર આવ્યું હતું. ફરિયાદના આધારે જવાહર નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:31 pm IST)